
વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખોલડીયાદ હાઇવે પર કરેલા ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 ડમ્પર પકડ્યા છે. આ વાહનોમાં રોયલ્ટી પાસ પરમીટ વગર બ્લેક ટ્રેપનું ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું હતું.
વઢવાણના નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા અને તેમની ટીમના અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, ક્રિપાલસિંહ અને પ્રતિપાલસિંહ ડોડીયાએ આ કાર્યવાહી કરી હતી. પકડાયેલા તમામ વાહનોને માખલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર હેરફેર વધી રહી છે. જિલ્લા કલેક્ટરના સૂચન મુજબ આવા ગેરકાયદે ખનિજ વહન કરનારાઓ સામે નાયબ કલેક્ટરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.