ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ,
ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીનો બનાવ

અમદાવાદ
અમદાવાદના દાણીલીમડા ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઊતરેલા ત્રણ યુવક સુનીલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારનાં મોત નીપજ્યાં છે. ત્રણેય યુવકના મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે. હાલ તો ત્રણેય યુવકનાં પરિવારજનો મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યાં છે. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે. ત્રણેય યુવક 25-30 વર્ષની વચ્ચે હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.