
કલોલ નગરપાલિકા વિસ્તારમાં નોનવેજનો વેસ્ટ નિકાલ મુદ્દે નવો વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક રહીશોની ફરિયાદ બાદ નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે, વેપારીઓ બળીયા ફાટક પાસે આવેલા કેલિકો મિલના મેદાનમાં નોનવેજનો કચરો ફેંકે છે. આ ફરિયાદના પગલે નગરપાલિકાએ વેપારીઓને નોટિસ આપી છે. વેપારીઓએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતને મળીને વેસ્ટ નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે. સાથે જ ફૂડ ઇન્સ્પેક્ટર રાજુ વાઘેલા સમક્ષ લાયસન્સ અંગે પણ રજૂઆત કરી છે. ચીફ ઓફિસર નીતિન બોડાતે સ્પષ્ટતા કરી છે કે, વેપારીઓએ પહેલા ફૂડ વિભાગ દ્રારા આવા ધંધા રોજગાર માટે લાયસન્સ મેળવવું ફરજિયાત છે. લાયસન્સ મળ્યા બાદ જ કચરા નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા ખુલ્લા મેદાનમાં કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ વેપારીઓ દ્રારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં હોવાના કારણે આવી અવ્યવસ્થા ઊભી થાય છે. આ બાબતે પહેલા પણ અમે નગરપાલિકાને આવા વેસ્ટના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે.જે અંગે કોઈ વ્યવસ્થા નહીં થાય આ સમસ્યાનો સામનો નગરપાલિકા નાગરિકો કરી રહ્યા છે.