
અમેરિકાએ રશિયા પર નવા પ્રતિબંધોની ચેતવણી આપતા કહ્યું છે કે જો રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ મંત્રણા અટકી જાય તો રશિયા પર નવા પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ મંગળવારે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ મંગળવારે કહ્યું હતું કે જો રશિયા રશિયા-યુક્રેન યુદ્ધમાં ઔપચારિક યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ નહીં કરે, તો અમેરિકા તેના પર નવા પ્રતિબંધો લાદવાનું વિચારી શકે છે. તેમણે યુએસ સેનેટ ફોરેન અફેર્સ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. રુબિયોએ કહ્યું, અમને માહિતી મળી છે કે રશિયા યુદ્ધવિરામ માટે પોતાની શરતો લેખિતમાં આપવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી વધુ વ્યાપક વાટાઘાટો શક્ય બનશે. અમે તે શરતોની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે જ અમે પુતિનના ઇરાદાઓને વધુ સારી રીતે સમજી શકીશું. જ્યારે રુબિયોને પૂછવામાં આવ્યું કે જો રશિયા શાંતિ વાટાઘાટોમાં રસ નહીં દાખવે તો શું અમેરિકા નવા પ્રતિબંધો લાદશે, ત્યારે તેમણે કહ્યું, જો એ સ્પષ્ટ થઈ જાય કે રશિયા શાંતિ ઇચ્છતું નથી અને યુદ્ધ ચાલુ રાખવા માંગે છે, તો પ્રતિબંધોનો માર્ગ અપનાવવો પડશે.