પરિણીતાના હાથની રસોઇ સાસુ-સસરા જમતા નહીં, ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

Spread the love

દહેગામ પાસેના ગામની યુવતીને દહેગામ શહેરમાં રહેતા યુવક સાથે આશરે 6 વર્ષ પહેલા સામાજિક રીતરિવાજ મુજબ પરણાવી હતી. લગ્નના થોડા જ સમયમાં બાળક બાબતે મ્હેણા મારવામાં આવતા હતા. જ્યારે સાસુ અને સસરા પરણિતાના હાથની બનાવેલી રસોઇ જમતા ન હતા અને પતિને સતત ચઢામણી કરતા હતા. જેથી પરણિતાને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી સાસુ, સસરા અને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દહેગામ નજીકના એક ગામમાં રહેતી યુવતીને દહેગામમાં રહેતા યુવક સાથે પરણાવી હતી. લગ્નના એક વર્ષ સુધી બાળક નહિ થતા તે બાબતે મ્હેણા મારવામાં આવતા હતા. બાળક ના હોવાના મ્હેણાના કારણે નાની નાની બાબતોમાં વાંધા કાઢવામાં આવતા હતા અને ઘરમાં કંકાસ કરવામાં આવતો હતો. મનફાવે તેમ બોલી ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે પતિ નોકરી ઉપરથી ઘરે આવતા તેને પત્ની વિરૂદ્ધ ચઢામણી કરવામાં આવતી હતી. જેથી પતિ ઉશ્કેરાઇને મારઝુડ કરતો હતો. પતિનો પક્ષ લેતા સાસુ અને સસરા પણ ગાળાગાળી કરતા હતા. સસરાએ કહ્યુ હતુ કે, ઘરમાંથી નિકળી જા, નહિ તો તને જાનથી મારી નાખીશુ, તેમ કહેતા પરણિતા તેના બે વર્ષના દીકરાને લઇ સાસરીમાંથી નિકળી ગઇ હતી અને પિયરમાં આવી ગઇ હતી. પિયરમાં આવ્યા પછી પણ પતિને ફોન કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ પતિએ નંબર બ્લોકમાં નાખી દીધો હોવાથી વાત થતી ન હતી. સાસુ અને સસરા પતિને મળવા દેતા નહિ, સમાધાનના પ્રયાસ કરવા છતા તેડી જતા ન હતા. જેથી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *