કોબાની મહિલાને પ્રેમીએ અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી

Spread the love

 

ગાંધીનગરના કોબામાં આવેલી એક સોસાયટીમાં રહેતી આશરે ૪૦ વર્ષિય મહિલાને અન્ય યુવક સાથે પ્રેમસબંધ હતો. પરંતુ સબંધમાં દરાર આવતા સબંધ તોડી નાખ્યો હતો. છતા યુવક મહિલાને વશમાં કરવા દબાણ કરતો હતો. જેથી પ્રેમસબંધ દરમિયાન અંગતપળના ફોટા યુવકે પાડી લીધા હતા અને જાે યુવકના તાબે નહિ થાય તો વાઇરલ કરવાની ધમકી આપતા ગુનો નોંધાવ્યો હતો. ગાંધીનગરના કોબાની સોસાયટીમાં રહેતી મહિલાને તેના પ્રેમીનો કડવો અનુભવ થયો છે. આશરે ૪૦ વર્ષિય મહિલાની વર્ષ ૨૦૧૯માં એક પાર્ટી દરમિયાન રમેશ પટેલ (નામ બદલેલ છે) નામના યુવક સાથે મુલાકાત થઇ હતી. સમય જતા મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી અનેએ બંને મરજીથી શારીરિક સબંધ બાંધ્યો હતો. પ્રેમસબંધ થોડો સમય ટક્યો હતો, યુવક મહિલા ઉપર હક્ક કરવા જતા સબંધ બગડ્યો હતો અને ત્યારબાદ મહિલાએ પ્રેમસબંધનો અંત આણ્યો હતો. પરંતુ વાસનાના ભૂખ્યા યુવકે પ્રેમસબંધ દરમિયાન બંનેના અંગતપળો માણતા ફોટા પાડી લીધા હતા. જ્યારે મહિલાએ સબંધ પુરો કરી નાખતા તેને ધમકી આપવામાં આવતી હતી કે, જાે તે તેના તાબે નહિ થાય તો નગ્ન ફોટા વાઇરલ કરી દેવામાં આવશે. પ્રેમાંધ બનેલા યુવકે મહિલાને ફોન કરીને શારીરિક સબંધ બાંધવા બોલાવી હતી. ચાર દિવસ પહેલા ફોન કરીને બોલવાતા મહિના તેની પાસે નહિ થતા નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા મહિલાએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *