રાજ્ય સરકારના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે હવેથી નિવાસી-સંસ્થાકીય તાલીમ મેળવવી ફરજિયાત છે. આ તાલીમ 2 અઠવાડિયાની રહેશે અથવા 2 અઠવાડિયા પૈકી એક અઠવાડિયાની તાલીમ સંસ્થાકીય-નિવાસી-3થી 5 દિવસની અને એક અઠવાડિયાની ઓનલાઈન તાલીમ લઈ શકાશે. પરંતુ આ 2 અઠવાડિયા પૈકી એક અઠવાડિયાની-3થી 5 દિવસની તાલીમ નિવાસી-સંસ્થાકીય લેવી ફરજિયાત છે. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા કે એચ. આર. એમ. એસ-કર્મયોગી-ઈ-સરકાર ઉપર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછી 20 કલાકની તાલીમને પણ એક અઠવાડિયાની તાલીમ તરીકે માન્ય ગણાશે. સ્પીપા પણ વહીવટી તાલીમનું આયોજન કરી શકશે.
સંબંધિત વિભાગ અથવા તે હસ્તકની ટેકનિકલ તાલીમ સંસ્થાએ ટેક્નિકલ તાલીમનું આયોજન કરવાનું રહેશે. સંબંધિત અધિકારીએ તેની સેવાપોથીમાં લીધેલી તાલીમની નોંધ કરાવવાની રહેશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ સંબંધે નવો ઠરાવ બહાર પાડયો છે.
