ગોંડલ ખાતે કે સમગ્ર ગુજરાતની ધરી બની ચુકી હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. આખુ ગુજરાત ગોંડલની આસપાસ ફરી રહ્યું છે. ગોંડલમાં રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું છે. તેવામાં પાટીદાર નેતાઓ એક પછી એક જયરાજસિંહ વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. તેવામાં વધારે એક પાટીદાર નેતાએ જયરાજસિંહ અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, gondal politicsજયરાજસિંહના ઇશારે પાટીદાર અગ્રણીઓ વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે.
પીયૂષ રાદડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયરાજસિંહના ઇશારે જ નિખિલ દોંગા અને બન્ની ગજેરા વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. યુટ્યુબર બન્ની ગજેરાને અકારણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં પોલીસ જયરાજસિંહનો હાથો બનીને કાર્યવાહી કરી રહી છે. જો કે હવે પાટીદાર જાગૃત થઇ ચુક્યા છે. કોઇની ગુલામી કરવા માટે તૈયાર નથી રાજાશાહી જતી રહી છે તેવામાં અમે હવે હાઇકોર્ટમાં જઇને લડીશું. પાટીદારો સાથે થઇ રહેલા અન્યાય અંગે અમે સરકારને રજુઆત કરીશું. જો સરકાર બહેરી થઇ જશે તો અમે કોર્ટમાં મોરચો ખોલીશું.
પીયૂષ રાદડિયાએ જણાવ્યું કે, હું બન્ની ગજેરાને ઓળખતો નહોતો. પોલીસ ખોટી રીતે ગજેરાને પહેલા ઓળખતો નહોતો. પોલીસે ખોટી રીતે નિખિલ દોંગાને આ કેસમાં ફસાવી રહી છે. મારા અને દિનેશ પાતર પર ખોટી ફરિયાદ કરી હતી. બન્ની ગજેરાને કોઇ આર્થિક સહાય નિખિલ દોંગા પુરી પાડતો નહોતો. નિખિલ દોંગાને ફસાવવા માટે ગોંડલ પોલીસે ખોટા કાવતરા કર્યા. અમે કોર્ટ અને હાઇકોર્ટમાં જઇને પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, પિયૂષ રાદડિયા યુદ્ધએજ કલ્યાણ ગ્રુપ ચલાવે છે. પોતે પાટીદાર અગ્રણી હોવાનો દાવો કરે છે. અલગ અલગ રીતે ચર્ચામાં આવતા રહે છે.
