છત્તીસગઢમાં IED બ્લાસ્ટમાં ASPએ જીવ ગુમાવ્યો, બે અધિકારી ઘાયલ

Spread the love

 

સુકમા (છત્તીસગઢ)

છત્તીસગઢના સુકમા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન પ્રેશર આઈઈડી વિસ્ફોટમાં એડિશનલ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP)એ જીવ ગુમાવ્યો છે. બ્લાસ્ટમાં બે અધિકારી ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 14 વર્ષ પછી રાજ્યમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીનું પ્રથમ મૃત્યુ છે. મે 2011માં ગારિયાબંદ જિલ્લામાં માઓવાદીઓએ એક ટ્રેક્ટર ઉડાવી દીધું. જેમાં એક ASP અને આઠ અન્ય પોલીસકર્મીઓના મૃત્યુ થયા હતા.
તાજેતરની ઘટના દર્શાવે છે કે, પોલીસ અધિકારીઓ નક્સલીઓ દ્વારા ગોઠવવામાં આવેલા જાળમાં ફસાઈ ગયા હતા. નક્સલીઓએ બળી ગયેલા અર્થ-મુવર પાસે પ્રેશર-એક્ટિવેટેડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) પ્લાન્ટ કર્યું હતું. પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીના જણાવ્યા અનુસાર કોન્ટા-એરાબોર રોડ પર ડોંદ્રા ગામ નજીક વિસ્ફોટ થયો હતો. પોલીસને માહિતી મળી કે, નક્સલીઓએ એક અર્થ-મૂવરને આગ લગાવી દીધી છે, જેના પછી અધિકારીઓ ચાલીને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ASP (કોંટા ડિવિઝન) આકાશ રાવ ગિરેપુંજે બળી ગયેલી મશીન પાસે પહોંચતા જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જે નેશનલ હાઇવે 30થી લગભગ એક કિલોમીટર દૂર પથ્થરની ખાણ સ્થિત હતી.
વિસ્ફોટમાં ASP ઉપરાંત સબ-ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ (એસડીઓપી) ભાનુપ્રતાપ ચંદ્રાકર અને સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) સોનલ ગ્વાલાને ઇજાઓ થઈ હતી. બધાને સારવાર માટે કોન્ટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં બંને પગ ગુમાવનારા 42 વર્ષીય ગિરેપુંજેનું મૃત્યુ થયું હતું. જ્યારે ઘાયલ અધિકારીઓ ખતરામાંથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *