
ગાંધીનગર જિલ્લાની 196 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનું કાર્ય પૂર્ણ થયું છે. જિલ્લામાં સરપંચ પદ માટે 494 અને વોર્ડ સભ્ય માટે 1567 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જિલ્લાની 110 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે. 86 પંચાયતમાં વોર્ડની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી થશે. મતદાન 22 જૂને યોજાશે અને પરિણામ 25 જૂને જાહેર થશે. કલોલ તાલુકાની 45 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 209 અને વોર્ડ સભ્ય માટે 731 ફોર્મ ભરાયા છે. માણસા તાલુકાની 51 પંચાયતમાં સરપંચ પદ માટે 494 અને વોર્ડ સભ્ય માટે 660 ફોર્મ ભરાયા છે. હાલમાં માણસા તાલુકાના 52, કલોલ તાલુકાના 45, દહેગામ તાલુકાના 9 અને ગાંધીનગર તાલુકાના 5 ગામોમાં વહીવટદારનું શાસન ચાલે છે. 11 જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. સ્થાનિક નેતાઓ અને પંચાયત સભ્યો ઉમેદવારોને સમજાવવા મેદાનમાં ઉતર્યા છે. ઓબીસી અનામતના મુદ્દે ત્રણ વર્ષથી અટકેલી આ ચૂંટણીમાં એક-એક મતની કિંમત મહત્વની બની રહેશે.