રાત્રે કોપર અલગ કરીને આરોપી ટ્રેક પર ચડ્યા, કેબલના ગૂંચળા વાળી ને વાહનમાં મૂક્યા

Spread the love

 

 

રાત્રે કોપર અલગ કરીને આરોપી ટ્રેક પર ચડ્યા, કેબલના ગૂંચળા વાળી ને વાહનમાં મૂક્યા

16 રાજ્યોની પોલીસ ન પકડી શકી, અને તમામને હું ફાવતી એવી ખેફડાગેંગના ગુજરાત પોલીસે ફેફડા કાઢી નાખ્યા બાદ રી કન્સ્ટ્રક્શન,

 

GJ-18

GJ-18ના કોબા મેટ્રો સ્ટેશન ઉપરથી એક સપ્તાહ પહેલા 17 લાખની કિંમતના કેબલ ચોરાયા હતા. પોલીસે આરોપીઓને પકડ્યા બાદ રિમાંગ માંગતા 5 દિવસના કોર્ટે રિમાંડ મંજૂર કર્યા છે. ત્યારે રિમાંડ પહેલા દિવસે પોલીસે આરોપીઓની રી-કંન્ટ્રક્શન કર્યુ હતુ. જેમાં બે આરોપીઓ કટર લઇ ટ્રેક ઉપર ચડ્યા હતા અને બાકીના લોકોએ નીચે પડેલા કેબલના ગુંચડા બનાવી વાહનમાં નાખ્યા હતા અને કલોલ જઇ કોપર અલગ કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ GJ-18ના જૂના કોબા મેટ્રો ટ્રેક ઉપરથી 17 લાખથી વધુની કિંમતના કેબલ વાયર ચોરાયા હતા. જેમાં એલસીબી પોલીસે 4 આરોપીઓને પકલી લીધા છે, જ્યારે પોલીસે ગત રોજ રવિવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના પોલીસ રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે સોમવારે ઇન્ફોસિટી પોલીસ મથકના પીઆઇ વી.આર.ખેર, રતનસિંહ સહિતની ટીમ આરોપી મુશરફ ઈરશાદ મુલેજાટ, રાશીદ ઈશાક ઈસ્માઈલ ધોબીને લઇ રી-કન્ટ્રક્શન કર્યુ હતુ. બંને આરોપીઓએ ઝાડ ઉપર ચડીને કટરથી કેબલ કાપ્યા હતા. જેથી પોલીસે બંને આરોપીને જૂના કોબાના મેટ્રો સ્ટેશન ઉપર લઇ ગઇ હતી અને કેવી રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો તેનની જાણકારી મેળવી હતી. ત્યારબાદ આરોપીઓ રાશીદ અબ્દુલઅઝીઝ શબ્બીર અંસારી અને ઇરશાદ મજીદ અલ્લામેહર મલીક સહિતના લોકો કેબલને કલોલમાં ભાડે રાખવામાં આવેલા મકાનમાં લઇ ગઇ હતી અને ત્યા જઇને કોપર અલગ કરવામાં આવ્યુ હતુ. આરોપીઓ દ્વારા બે કલાકમાં 17 લાખના કેબલની ચોરી કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે, ચાર આરોપીઓની સાથે અન્ય 7 સહિત 11 આરોપીઓએ ભેગા મળીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે કલોલનુ મકાન ભાડે આપનાર મકાન માલિકને પણ પૂછપરછ માટે બોલાવ્યો છે.

16 રાજ્યોને હૂંફાવતી ફેફડા ગેંગ કો પકડના નામ બાકી ગુજરાત પોલીસે 24 કલાકમાં ખેફડાગેંગના ફેફડા કાઢી નાખ્યા, અન્ય ચોરી કરનારી ગેંગો પણ હવે અંડર ગ્રાઉન્ડ થઈ ગઈ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *