
રાંદેસણમાં રહેતા વકીલને બે વર્ષ પહેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો એજન્ટ મળી ગયો હતો. ધોળેશ્વર મંદિરે દર્શન કરવા આવતા મુલાકાત થઇ હતી. તે સમયે ચારધામ પ્રવાસે જવાની વાત કરી હતી. જેથી ટૂર્સ એજન્ટ પોતે લઇ જશે અને તેમ કહી 28 પ્રવાસી પાસેથી એકના 25 હજાર લેખે રૂપિયા લઇ લીધા હતા. જ્યારે હરિદ્વાર ગયા પછી સંપર્ક કરવાનો હતો, પરંતુ ત્યાં જઇને ફોન કરતા તમામ ફોન બંધ આવતા હતા. સંચાલક સામે ઇન્ફોસિટી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. રાંદેશણના ભુપતસિંહ હેમતુજી ગોહિલ ફરિયાદ નોંધાવી હતી કે, બે વર્ષ પહેલા ગામના નાગરિકોને ચારધામ યાત્રા કરવા જવાનુ હોવાથી પરીક્ષિત જયકાંત જોશીએ પોતે જોશી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો એજન્ટ હોવાની વાત કરી હતી અને તે ઓછી કિંમતમાં ટ્રાવેલ્સ કરી આપશે. જેથી 16થી 29-09-2024 દરમિયાન પ્રવાસ નક્કી કર્યો હતો. જેમાં 16 વ્યક્તિ જવાના હતા, તે સમયે 3.20 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ પરિવારમાં સગાનુ મરણ થતા તારીખમાં ફેરફારની વાત કરતા પરીક્ષિતે બુકિંગના 8.07 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. પ્રવાસીઓ GJ-18થી ટ્રેનમાં બેસી હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ પરીક્ષિત જોશીને ફોન કરાતા તેના તમામ ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેથી 28 પ્રવાસીઓ સાથે છેતરપિંડી થતાં ફરિયાદ કરાઈ હતી.
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની કંપનીઓમાં વિશ્વાસ કોની પર મૂકવો, દર વર્ષે આવા અનેક બનાવો સામે આવી રહ્યા છે, ચાર બાય ચારની ઓફિસ ખોલીને ધંધો કરનારા આવા તત્વો શોબાજી કરીને અનેક પ્રવાસીઓને ઉલ્લુ બનાવી રહ્યા છે,