
GJ-18 ના સેક્ટર 24 ખાતે રહેતા યુવકના ઘરનું વીજ કનેક્શન કપાઈ ગયું હતું જેથી ઘરમાં કંકાસ થયો હતો ઘરની માથાકૂટથી પરેશાન યુવાન મોતને વ્હાલ કરવા નર્મદા કેનાલ તરફ દોડ્યો હતો, આ બાબતની જાણ સ્થાનિકો અને પડોશીઓને નગર સેવક ભરત ગોહિલને કરતા નગરસેવકે ચેરમેન ગૌરાંગ વ્યાસને માહિતી પહોંચાડતા ચેરમેને યુવાનને બચાવવા સતત તંત્રને દોડતું કરી દીધું હતું, તંત્ર સાથે સતત ફોલોઅપ ચેરમેન ગૌરાંગ વ્યાસ લેતા હતા, યુવાન ગમે તેટલા ફોન કરવા છતાં કોઈનો ફોન રિસીવ કરતો ન હતો, ત્યારે નગરસેવક ભરત ગોહિલ નો ફોન ઉપાડતા તેમણે સતત વાતચીત ચાલુ રાખી હતી, અને તે લોકેશનના આધારે જીજે 18 ફાયર બ્રી-ગ્રેડના ઇન્ચાર્જ ઓફિસર રાજેશ પટેલ તેમની ટીમ સાથે લોકેશન મુજબ પહોંચી ગયા હતા, તે સમયે યુવાન કેનાલના પગથીયા ઉપર ઉભો હતો તેને સમજાવી, તુરંત હાથ પકડી લીધો હતો, ત્યારબાદ અડાલજ પોલીસને જાણ કરવામાં આવેલ હતી,
વધુમાં ચેરમેન તથા નગરસેવકના કારણે એક યુવાનની જાન બચી ગઈ હતી ત્યારે સતત ઘણા જ કલાક ચેરમેન આ પ્રશ્ને ફોલોઅપ લેતા હતા ત્યારે એક જીવ બચ્યો તે મહત્વનું છે
કેનાલમાં આપઘાત કરવા જતા યુવાનને બચાવવા જે ચેરમેન નગરસેવકે પ્રયત્ન કર્યો તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો