બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલુચી વિદ્રોહીઓ વચ્ચે જંગ, 23 પાક. સૈનિકોનાં મોત

Spread the love

 

ઈસ્લામાબાદ,(પાકિસ્તાન)

બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો છે. અલગ અલગ સ્થળે થયેલી જંગમાં 23 જેટલા પાકિસ્તાની સૈનિકો અને 9 જેટલા બલૂચ લડાયકો માર્યા ગયા છે. બલુચ લિબરેશન આર્મી (બીએલએ) ના પ્રવકતા જાયંદ બલુચે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અથડામણ ગોની પારા સ્થળે થઈ હતી. જેમાં પાકિસ્તાની સૈન્યની મદદે હેલીકોપ્ટરની મદદથી કમાન્ડો ઉતારવા પડયા હતા. બીએલએ પ્રવકતાએ જણાવ્યું હતું કે, 6 જુન શુક્રવારની રાત્રે પાકિસ્તાની સેનાનાં નસ્તંગ વિસ્તારમાં આગળ વધવાની સાથે જ બીએલએ લડાયકો સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સવાર સુધીમાં તો આ અથડામણમાં પાકિસ્તાની સેનાના 8 જવાન માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આ ઉપરાંત 8 જુને અન્ય અથડામણમાં પાકિસ્તાની સેનાના અનેક જવાન માર્યા ગયા હતા. બલુચ નાગરીક સમુહોએ જણાવ્યું હતું કે, બલુચીસ્તાનનાં બે જુદા જુદા વિસ્તારોમાંથી 9 લોકોને ગાયબ કરી નાખવામાં આવ્યા છે.સુરક્ષા કર્મીઓએ બે લોકોને કસ્ટડીમાં લીધા છે અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *