
દુનિયામાં વધુ એક યુદ્ધના મંડાણ થવાના એંધાણ હોય તેમ ઈઝરાયેલે હવે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો.ઈરાનનું પાટનગર તહેરાન શ્રેણીબદ્ધ ધડાકાઓથી ધણધણી ઉઠયુ હતું. વ્યાપક તારાજી થઈ હતી.કેટલાંક અણુ વૈજ્ઞાનિકોના મોત થયા હતા. ઉપરાંત ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફનું પણ મોત થયાના રીપોર્ટ છે. ઈઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ જાહેર કર્યું હતું કે ઈઝરાયેલ દ્વારા ઓપરેશન રાઈઝીંગ લાયન શરૂ કરવામાં આવ્યુ છે. ઈરાન તરફથી ખતરા સામે અસ્તિત્વની લડાઈનાં ભાગરૂપે આ ટારગેટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખતરો ખત્મ ન થાય ત્યાં સુધી આ ઓપરેશન જારી રાખવામાં આવશે.
ઈઝરાયેલના સૈન્ય અધિકારીએ કહ્યું કે ઈરાનનાં અણુ સંસ્થાનો તથા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન પાસે 15 અણુબોંબ બનાવવાની સામગ્રી હોવાની માહીતીના આધારે આ ઓપરેશન સુવિધા એર ડીફેન્સ સસ્ટિમ તથા કન્ટ્રોલ સીસ્ટમને નિશાન બનાવાયુ હતું. ઓપરેશન શરૂ કર્યા બાદ ઈઝરાયેલે સમગ્ર દેશમાં કટોકટી લાગી કરી દીધી હતી અને નાગરીકોને સાવધ રહેવાની સુચના આપી હતી. આ ઓપરેશનમાં ઈઝરાયેલના ગુપ્તચર તંત્ર મોસાદનો મુખ્ય રોલ રહ્યો હતો. મીસાઈલ પ્રોગ્રામ તથા હવાઈ સુરક્ષા સીસ્ટમને નિષ્ક્રીય કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈઝરાયેલ હુમલાથી પાટનગર તહેરાન ધણધણી ઉઠયુ હતું અનેક સ્થળો ધ્વસ્થ થયા હતા અને તેમાં ઈરાનનાં કેટલાક અણુ વૈજ્ઞાનિકોનાં મોત નીપજયા હતા. ઈરાનની ન્યુઝ એજન્સીઓએ બે અણુ વિજ્ઞાનીઓના મોતની પુષ્ટી કરી હતી. મોહમ્મદ મહેદી તથા ફેરેયદુન અબ્બાસીના મોત થયા હતા. અમેરિકી એજન્સીનાં રીપોર્ટ મુજબ ઈઝરાયેલી સેનાએ તહેરાન આસપાસનાં 6 સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો. સાથોસાથ હાઈ સિકયુરીટી ઝોનના રહેણાંક વિસ્તારો તથા ઈમારતોને ટારગેટ કર્યા હતા. ઈરાનનાં ઈસ્લામીક રિવોલ્યુશનરી ગાર્ડ કોપર્સનાં કમાંડર ઈન ચીફ હુસૈન અલામીનું પણ હુમલામાં મોત થયુ હતું.