ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટની એર સ્પેસ બંધ, લંડનની એર ઈન્ડિયાની ફલાઈટ પરત લાવવી પડી

Spread the love

 

 

ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડીયાની ફલાઈટની ક્રેશની ઘટના બાદ આજે બીજા દિવસે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરતા અફડાતફડી મચી ગઈ હતી. પહેલા તો એવું કારણ બહાર આવેલુ કે ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ પાછી આવી પણ બાદમાં જાહેર થયું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દેતા ફલાઈટ પાછી આવી હતી. મિડલ ઈસ્ટે એર સ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાએ તેની અન્ય અનેક ફલાઈટ પાછી બોલાવી લીધી હતી કે ડાયવર્ટ કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફલાઈટ દુર્ઘટનાગ્રસ્ત બન્યાના આજે બીજા દિવસે સવારે મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ લંડન પહોંચ્યા વિના પાછી ફરી હતી. ઉડાન ભર્યાના કેટલાક સમય બાદ જ હાઈડ્રોલિક સિસ્ટમમાં ટેકનીકની ગરબડની સૂચના બહાર આવી હતી. જો કે બાદમાં જાહેર થયુ હતું કે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતા મિડલ ઈસ્ટે તેનું એર સ્પેસ બંધ કરી દીધુ હતું. ફલાઈટ જયારે ઈરાની એરસ્પેસ પાસે પહોંચી તો પાયલોટે એરટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કરી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. વિમાને મુંબઈ એરપોર્ટના આકાશ પર કેટલીકવાર સુધી ચકકર લગાવવા પડયા હતા. બાદમાં સુરક્ષિત લેન્ડીંગ કરાવાયું હતું.
મિડલ ઈસ્ટે એરસ્પેસ બંધ કરી દેતા એર ઈન્ડિયાએ તેની ફલાઈટને ડાયવર્ટ કરી છે અથવા પરત બોલાવી છે. જેમાં લંડન હિથ્રો- મુંબઈ ડાયવર્ટ વિયેના, ન્યુયોર્ક-દિલ્હી-ડાયવર્ટ શારજાહ, ન્યુયોર્ક-મુંબઈ- ડાયવર્ટ જેદાહ, લંડન-હિથ્રો-દિલ્હી ડાયવર્ટ મુંબઈ, મુંબઈ-લંડન હિથ્રો પરત મુંબઈ, દિલ્હી-વોશિંગ્ટન- પરત દિલ્હી, ન્યુયોર્ક-દિલ્હી- પરત દિલ્હી, વાનકુંવર-દિલ્હી- ડાયવર્ટ જેદાહ, દિલ્હી-ન્યુયોર્ક- ડાયવર્ટ ફ્રેન્કફર્ટ/મિલાન, શિકાગો-દિલ્હી- ડાયવર્ટ જેદાહ, લંડન હિથ્રો- બેંગ્લુરુ- ડાયવર્ટ શારજાહ, લંડન હિથ્રો- દિલ્હી- ડાયવર્ટ વિયેના, વોશિંગ્ટન-દિલ્હી-ડાયવર્ટ વિયેના, ટોરન્ટો-દિલ્હી-દિલ્હી પરતનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાએ આ ઈમરજન્સી ફેરફાર માટે પેસેન્જર્સ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી છે. વળતર અને વૈકલ્પીક વ્યવસ્થાની જાણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *