ખાલિસ્તાનીઓને નાણા આપતા નાર્કો-ટેરર રેકેટનો કેનેડામાં પર્દાફાશ, 4.70 કરોડ ડોલરના કોકેઈન સાથે મુળ ભારતીય શિખોની ગેંગ ઝડપાઈ

Spread the love

 

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી તા.15-16ના યોજાનારી જી-7 દેશોની બેઠકમાં આમંત્રણ પુર્વે જ કેનેડાની પોલીસે ભારતમાં ખાલીસ્તાની અને ભારત વિરોધી પ્રવૃતિને ભંડોળ આપતા એક ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પ્રોજેકટ પેલીકન હેઠળ કેનેડાની પોલીસે કરેલી એક સઘન તપાસમાં નાર્કો ટેરર સાંઠગાંઠનો પર્દાફાશ થયો છે અને તેમાં કેનેડામાં વસતા ખાલીસ્તાની તરફીઓની સંડોવણી પણ ખુલ્લી છે. આ ઓપરેશન સમયે રૂા.47.9 મીલીયન ડોલરનું 479 કિલો કોકેઈન પણ ઝડપી લેવાયુ હતું તથા ભારતીય મૂળના સાત લોકોની ધરપકડ થઈ છે.

આ ડ્રગના ધંધા મારફત મળતા નાણા એ કેનેડામાં ખાલીસ્તાની પ્રવૃતિ માટે ફંડીંગ કરાતું હતું. હાલમાંજ કેનેડામાં જે રીતે શીખોએ ખાલીસ્તાન માટે રેફરેન્ડમ કરાવ્યું તે માટે આ નેટવર્ક મારફત નાણા અપાયા હતા તથા ભારતમાં શસ્ત્રો વિ. ખરીદવા પણ ભંડોળ અપાતુ હતું. આ સમગ્ર પ્લાનમાં પાકની જાસૂસી એજન્સી આઈએમઆઈની પણ ભૂમિકા ખુલી છે. ટોરન્ટો પોલીસે આ સર્જીત યોગેન્દ્રરાય, મનપ્રીતસિંઘ, ફિલીપ ટેબ, કરમજીતસિંહ સહિતની ધરપકડ કરી છે. ગત ડિસેમ્બરમાં અમેરિકાએ 1000 પાઉન્ડ કોકેઈન સાથે એક ભારતીય તથા બે કેનેડીયનની ધરપકડ થયા બાદ તેની તપાસમાં સમગ્ર નેટવર્ક કેનેડાથી ચાલતુ હોવાનું ખુલ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *