ગુજરાત પોલીસ બેડામાં ફફડાટ, 2 બે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દેવાઈ!

Spread the love

 

 

ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક ભ્રષ્ટ અધિકારીઓને વહેલા વયનિયુકત કરીને સરકારી વિભાગોમાં ગંગાજળ છાંટી શુધ્ધ કરવાનું કાર્ય ચાલુ કર્યુ છે. ત્યારે પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ છંટાયું છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ગુજરાત બે પોલીસ અધિકારી કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. વધુ બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાતા ચર્ચાઓ શરૂ થઈ છે. Cid crime માં ફરજ બજાવતા પીઆઇ એમવી બતુલને ફરજિયાત નિવૃત્તિ અપાઈ, તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા વી જે ફર્નાન્ડિસને પણ ફરજિયાત નિવૃત્ત કરાયા.
ગૃહ વિભાગે પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2 સંવર્ગના બે અધિકારીઓ એમ.વી. બતુલ અને વી. જે. ફર્નાન્ડિસ ને જાહેર હિતમાં સરકારી સેવામાંથી અપરિપક્વ નિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે. બતુલ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝમાં તેમજ ફર્નાન્ડિસ અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે.
શું છે ઓપરેશન ગંગાજળ?ઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે ઓપરેશન ગંગાજળ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત ભ્રષ્ટાચારના છાંટા ઉડે અથવા તેવી કામગીરી કરતા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ કે બહારનો રસ્તો બતાવાય છે. જેમાં ભ્રષ્ટાચાર સામેની સરકારનું અભિયાન પ્રજામાં પણ લોકપ્રિય થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *