ઘરે-ઘરે કોરોના ના ખાટલા, તંત્ર બેઠું છેલ્લા પાટલે જેવો ઘાટ
મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી કોરોનાના દર્દીઓ ને બચાવો, આ જગ્યા સેઇફ છે, રાજકારણથી દૂર રહીને પ્રજાના હિતમાં નિર્ણય લો તંત્ર દ્વારા જે નોડલ ઓફિસરની નિમણુક કરી છે તેમાં કોઈ ફોન ઉઠાવે છે ખરા
પ્રજા મહામારીમાં રોજબરોજ મળી રહી છે પાંચ હજારની બેડ ની ક્ષમતા ધરાવતી જગ્યા હોવા છતાં બીજે ગોતવા ના જશો :શૈલેન્દ્રસિંહ બિહોલા
ગાંધીનગર
Gj 18 ખાતે આખા જિલ્લામાં કોરોના ના દર્દીઓ ના ખાટલા જોવાઈ રહ્યાં છે ત્યારે તંત્ર અને સરકાર છેલ્લા પાટલે બેસી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે gj 18 ખાતે સિવિલ હોસ્પિટલ હાઉસફૂલ અને આયુર્વેદ દવાખાના ભરચક થઇ ગયા છે ત્યારે ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણય બાદ gj 18 ખાતે ઉમેદવારો થી લઈને કાર્યકરો પણ સંક્રમિત થયા છે gj 18 ની સિવિલ હાઉસફૂલ હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે કોઈ સંસ્થા સમાજ પાસે વાડી જગ્યા બિલ્ડીંગ હોય તો કોરોના સેન્ટર ઉભું કરવા મદદ માંગી છે ત્યારે વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા એ જણાવ્યું છે કે દર્દીઓની સારવાર વંચિત ન રહે અને તાત્કાલિક સેન્ટર ઉભું કરવું હોય તો સેક્ટર 17 ના એક્ઝિબિશન સેન્ટર માં કોવિડ કેર શરૂ કરવા જણાવ્યું છે.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બોલાવે મનપાના કમિશનરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે gj 18 સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઈનો અને વેન્ટિલેટર તથા ઓક્સિજન ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે તથા જે પ્રાઇવેટ હોસ્પિટલ ઓના મોબાઇલ નંબરો આપ્યા છે તેમાં કોઈ ફોન ઉપાડતું નથી તે અધિકારીની નિમણૂક કરી છે તે પણ ફોન ઉપાડતા નથી અત્યારે gj 18 ખાતે દહેશતનો માહોલ સર્જાયો છે દવાખાના પેક હોવાથી દર્દીઓને એમ્બ્યુલન્સમાં જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સેક્ટર 17 નો ડોમ બે વર્ષથી બંધ હોય અને પ્રજા માટે આ સમયે ઉપયોગ નહીં થાય તો ક્યારે કરવામાં આવશે? પાંચ હજારથી પણ વધારે દર્દીઓ આ માં સમાવી શકાય તેમ છે ત્યારે આઠ જેટલા ગેટ, રેસીડેન્સી થી દુર ત્યારે આ બાબતે સરકારે પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
કોરોનાની મહામારી માં રાજકારણ નહીં પણ પ્રજાનો જીવ બચે અને પ્રજાની આરોગ્યની સંભાળ લેવી એ સૌની જવાબદારી છે ત્યારે એ પ્રજાના ટેક્સના નાણાં માંથી બનાવેલા આ એક્ઝિબિશન સેન્ટર પ્રજા માટે ખરા સમયે કામ નહીં આવે તો ક્યારે આવશે ?સરકારે આ બાબતે ત્વરિત નિર્ણય કરવાની જરૂર છે.