સેક્ટર 21 ખાતે ૧૦૦ મીટરમાં બે ટેસ્ટિંગ સેન્ટર જે સંક્રમણ થાય તેવી સ્થિતિ છે અને ભીડવાળી જગ્યા હોવાથી સેક્ટર 17 ના ડોમ ખાતે કોઈ ભીડ ન હોય ત્યાં ટેસ્ટિંગ કોરોના નું શરૂ કરવા નિકુંજ મેવાડા વાળાએ જણાવ્યું છે.
ગાંધીનગર
આપ પાર્ટીના નિકુંજ મેવાડા વાળાએ દ્વારા કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે કોરોના ના દર્દીઓ ના ટેસ્ટિંગની સગવડ સેક્ટર 21, 24 શોપિંગ સેન્ટર તેમજ કુડાસણ ખાતે મનપા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે તેમાં માનવ મહેરામણ ની અવર જવર વધારે હોય જેથી સંક્રમિત થવાની સ્થિતિ વધારે છે કોરોનાની મહામારી માનવજાતનું જીવ બચાવવો અને આરોગ્ય માટે હરહંમેશ ચિંતિત રહેવું જોઇએ ત્યારે સેક્ટર 21 ખાતે સો મીટર ના અંતરે બે જેટલા ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યા છે કારણકે સેક્ટર 21 ભરચક વિસ્તાર તથા દુકાનો શાકભાજી ખરીદી કરવા હજારો લોકો આવે છે ત્યારે સેક્ટર 21 ના આ વિસ્તારમાં બે ટેસ્ટિંગ શરુ કરવાથી સંક્રમણ નો ભય વધી રહ્યો છે.
વધુમાં નિકુંજ મેવાડા વાળાએ જણાવ્યું હતું કે સેક્ટર 17 ખાતે આવેલા ડોમમાં આસપાસ કોઈ રેસીડેન્સી તથા આવન-જાવન ન હોવાથી ત્યાં શરૂ કરવાની જરૂર છે જ્યાં ભીડ અને રેસીડેન્સી વિસ્તાર હોય ત્યાંથી દૂર આ ડોમ સેક્ટર 17 ની જગ્યાએ યોગ્ય હોય ત્યાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવા કલેકટરને પત્ર પાઠવ્યો છે