
3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે જામનગરથી પ્રથમ જથ્થો રવાના થઈ ગયો છે. યાત્રા માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ 759 શ્રદ્ધાળુઓએ જી.જી. હોસ્પિટલમાંથી મેળવ્યા છે. અમરનાથ યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત છે. આ પછી યાત્રીઓએ અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા નિર્ધારિત બેંક અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જામનગરમાંથી આ વર્ષે કુલ 769 લોકો યાત્રા કરે તેવી સંભાવના છે. યાત્રા માટે બે રૂટ નક્કી કરવામાં આવ્યા છે – પહેલગામ અને બાલતાલ. જામનગરથી રવાના થયેલા શ્રદ્ધાળુઓ પ્રથમ બાલતાલ પહોંચશે. ત્યારબાદ કેટલાક યાત્રીઓ પહેલગામ રૂટ પરથી પણ યાત્રા કરશે. શિવભક્તોમાં બાબા બરફાનીના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે રવાના થયેલો પ્રથમ જથ્થો બાલતાલ અને પહેલગામ થઈને અમરનાથ યાત્રાનો પ્રારંભ કરશે.