હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 7 કોલેજોમાં તપાસ : બીએડ-એમએસસી સહિતની કોલેજોમાં નિયમભંગના આક્ષેપ, 4 સભ્યોની કમિટી દ્વારા સ્થળ તપાસ થશે

Spread the love

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ છે. કુલપતિએ આ મામલે ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે. કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી. કમિટીમાં એક એક્સપર્ટ, એક વકીલ અને એક બોર્ડના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં મળેલી અરજીઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના જણાવ્યા અનુસાર, કમિટી પ્રથમ તબક્કામાં કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યારબાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. આ તપાસ બીએડ અને એમએસસી સહિતના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં મંજૂરીના નિયમોના ભંગ અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો અંગેની અરજીઓના આધારે શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *