
કલોલ તાલુકાની 52 ગ્રામ પંચાયતો પૈકી 45 ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી ઉપસરપંચની બેઠકો માટે ચૂંટણીપંચે મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે. ઉપસરપંચ બેઠકો માટે તારીખ 9 જુલાઈ અને 10 એમ બે દિવસ ચૂંટણી યોજાશે આજે પ્રથમ દિવસે કલોલ તાલુકાની 11 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે. આ ગામોમાં પલિયડ, ભાવપુરા, ખોરજ ડાભી, નારદીપુર, વેડા હિંમતપુરા, વેડા ગોવિંદપુરા, ડીંગુચા, ગોલથરા, વડાવસ્વામી અને ઓળા સહિતના ગામોનો સમાવેશ થાય છે. બાકીની ગ્રામ પંચાયતોમાં આવતીકાલે 10 જુલાઈના મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી છે.