દેશમાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ સ્ફોટક ઉજાગર છે. ત્યારે ઘણાજ નગરસેવકો આ સેવાથી અલિપ્ત અને ગાયબ થઇ ગયા છે. ત્યારે GJ-૧૮ ના નગરસેવા મહિલા પોતે સેવામાં ઉત્તમ છે. અને પોતે ઘરે-ઘરે કોરોનાથી બચાવવા દરેક ઘર દીઠ-મેડીસન, માસ્ક, સેનેટાઇઝર, તાવ માપવાનું થર્મોમીટર, ખાંસી કફની સીરપ પોતે પોતાના સ્વખર્ચે આપીને કોરોનાની લડાઇમાં આ મહીલાએ પગ મૂક્યો છે.જનતા, જનાદર્ન ની સેવા એજ સાચી સેવા છે, ત્યારે વોર્ડ-૪ ના કોંગ્રેસના ઉમેદવાર ્ને હાલ પણ પોતે નગરસેવા હોઇ અને કોરોના ડર વિના જનજગૃતિ લાવવા જે સરાહનીય પ્રયાસ કર્યો છે, તે કાબેલીયત છે, આવી હજારો કીટ બનાવીને પોતાની બચતનું બેલેન્સ સાફ કરી દીધું છે. પણ, ભલે બચત ખાલી થઇ જાય, માનવજાત નો જીવ બચાવવો એ અત્યારે મારી પહેલી પ્રાથમિકતા છે.