કોરોનાની મહામારી એ રુદ્ર સ્વરૂપ લેતા ખ્તદ્ઘ ૧૮ મનપ ાની ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે ત્યારે અગાઉ વસાહત મંડળો થી લઈને અનેક લોકોએ લેખિતમાં રજૂઆત કરી હતી પણ તંત્રના બહેરા કાને ન અથડાતા આખરે ચૂંટણી જાહેર કરી દીધી હતી ત્યારે ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા હતા અને પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો ત્યારે સ્થિતિ એવી વણસી કે કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો અને ઘરે ઘરે પોઝિટિવ કેતોતો સતત વધતાં આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભે પત્ર પાઠવીને ચૂંટણી રદ કરવા ભલામણ કરી હતી જે ચૂંટણી પંચે આ ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખેલ છે ત્યારે દરેક વોર્ડ એવા ૧૧ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ભરીદીધા હતા પણ હવે ૫મી મે ના રોજ મનપાના વહીવટની મુદત પૂર્ણ થાય છે ત્યારે હવે વહીવટદારની નિમણૂક થઇ જાય તો નવાઇ નહીં ત્યારે ચૂંટણી સ્થગિત તો રહી પણ વોર્ડ ૮ ખાતેના બસપાના ઉમેદવાર પરમાર કિરીટ ભાઈ સોમાભાઈ નું નિધન થતાં ચૂંટણી હવે રદ કરવી પડે અને નવેસરથી નવી ગિલ્લી નવો દાવ થાય તો નવાઇ નહીં. કારણકે હવે ચૂંટણી ના ફોર્મ ભરાઈ ગયા બાદ ઇલેક્શન ની પ્રોસેસ ઉમેદવાર થી માંડીને જાહેરનામું ફરીથી બહાર પાડવું જાેઈએ તેવી સૂત્રો દ્વારા માહિતી મળેલી છે ત્યારે ભાજપ પાર્ટી વાંધો લેતો સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવી પડે નવેસરથી પાર્ટીના ઉમેદવારોની પસંદગી થાય સમગ્ર પ્રક્રિયા રદ થાય પણ તેવું સૂત્રો જણાવે છે ત્યારે ચૂંટણીપંચ ચૂંટણી રદ ન કરીને નવેસરથી પ્રક્રિયા ન કરે તો ગુજરાત હાઇકોર્ટ ચોક્કસ રદ કરી શકે તેવું પણ સિનિયર આગેવાનો તથા સિનિયર વકીલો દ્વારા જાણવા મળ્યું છે.