હવે ગુજરાતમાં પણ દુબઈ અને સિંગાપોરની જેમ 50થી 60 માળની બિલ્ડીંગ બનશે. CM રૂપાણીએ કહ્યું અમે વિચારી રહ્યા છીએ કે ગુજરાતના મહાનગરોમાં આઇકોનિક મકાનો બનાવવાની મંજુરી મળશે. રૂપાણીએ વધુમાં કહ્યું કે સરકાર 50-60 માળની બિલ્ડીંગો બનાવવાની વિચારણા કરી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, 50-60 માળની બિલ્ડીંગો બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. મહાનગરોમાં આઇકોનિક મકાનો બનાવવા મંજૂરી મળશે. દુબઇ-સિંગાપોર જેવી સ્કાયલાઇન બિલ્ડીંગ બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.