
રાંદેસણથી રાયસણ જવાના સર્વિસ રોડ ઉપર એક સાથે પાંચ વાહનોને એડફેટે લઇને બે વ્યક્તિઓના મોત નિપજાવનાર આરોપી હિતેશ પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કામગીરી આરટીઓએ હાથ ધરી છે. તેમાં નિયમોનુસાર આરટીઓએ ગાડીના ચાલક હિતેશ પટેલને નોટિસ ફટકારીને 6ઠ્ઠી, ઑગસ્ટ, બુધવાર સુધીમાં લેખિત તેમજ મૌખિક જવાબ આપવાનો ઉલ્લેખ કરાયો છે. ગાડીના ચાલકના જવાબના આધારે વાહન વ્યવહાર વિભાગના નિયમોનુસાર ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કામગીરી આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.
રાજ્યના પાટનગર પહોળા માર્ગો ઉપર વાહનોની ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડે દોડી રહ્યા છે. ત્યારે મનપા વિસ્તારના રાંદેસણથી રાયસણ જવાના સર્વિસ રોડ ઉપર બેફામ સ્પીડે દોડતી કારે પાંચ વાહનોને અડફેટે લઇને બે વ્યક્તિઓના મોત નિપજાવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં ગાડીની સ્પિડ પ્રતિ કલાક કેટલા કિમીની ગતિએ દોડી રહી હતી. ગાડીની સ્પિડ જાણવા માટે પોલીસ તંત્રએ એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે તેવા કિસ્સાઓમાં બેફામ સ્પીડે કારને હંકારીને રોડ ઉપરથી પસાર થતાં પાંચ વાહનોને અડફેટે લઇને અકસ્માત સર્જો હતો.
જ્યારે બેફામ ગતિએ દોડતી કારને એડફેટે બે વ્યક્તિો આવતા મોત નિપજ્યું છે. ત્યારે અતિગંભીર ગણાતી હિટ એન્ડ રનની ઘટનાને પગલે આરટીઓ કચેરી દ્વારા ગાડીના ચાલક હિતેશ પટેલનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નક્કી કરેલા નિયમોનુસાર ડ્રાઇવિંગ રદ કરવાના ભાગરૂપે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ગાડીના ચાલક હિતેશ પટેલને તારીખ 6ઠ્ઠી, ઓગસ્ટ સુધીમાં નોટીસનો લેખિત તેમજ મૌખિક જવાબ આપવાનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે હાલમાં કારના ચાલક હિતેશ પટેલ જેલમાં હોવાથી તેના જવાબના આધારે આરટીઓ કચેરી દ્વારા તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે.