
અમદાવાદના મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે DEO દ્વારા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. DEO કચેરી દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં શાળામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. આ ખામીઓને કારણે શાળાની માન્યતા રદ કરવાની રજૂઆ કરવામાં આવી છે.
સ્કૂલની માન્યતા રદ કરવા પાછળના કારણોઃ
ગેરકાયદેસર ક્લાસ: વેકેશન દરમિયાન શાળામાં JEE અને NEETના ક્લાસ ચલાવવામાં આવતા હતા, જેની મંજૂરી નહોતી.
ખામીયુક્ત લેબ: શાળાની કેમેસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું.
ખોટું મેદાન: શાળાએ મંજૂરી વખતે જે મેદાન દર્શાવ્યું હતું તે પાછળથી બદલી નાખવામાં આવ્યું હતું. હાલમાં જે મેદાન દર્શાવવામાં આવ્યું છે તે શાળા સાથે જોડાયેલું નથી.
ખુલાસો આપવામાં નિષ્ફળતા: આ તમામ મુદ્દાઓ પર શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ શાળાએ કોઈ સંતોષકારક જવાબ રજૂ કર્યો ન હતો.
આ ગંભીર ખામીઓને કારણે DEO કચેરી દ્વારા એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. હવે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.