
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ પહેલા શહેર 225 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું. પરંતુ હવે શહેર 500 કિલોમીટર કરતા પણ વધારે ફેલાયેલું છે. દરેક લોકોને યોગ્ય પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે જરૂરી છે કે શહેરમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા યોગ્ય સ્થિતિમાં હોય. હાલમાં દરેક ઝોનમાં એક સિટી ઇજનેર હોય છે. અત્યારે આ અધિકારી પોતાના ઝોનના રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, બિલ્ડિંગ સહિતની જવાબદારી આ એક અધિકારી પર હતી. પરંતુ વિકાસકામો પર અસર ન થયા તે માટે વોટર-ડ્રેનેજ અને રોડ-રસ્તા, બિલ્ડિંગની જવાબદારી બે ભાગમાં પહેંચી દેવાઇ છે. હવે દરેક ઝોનમાં બે સિટી ઇજનેર રહેશે. જેમાં એક રોડ-રસ્તા અને બિલ્ડિંગની જવાબદારી રહેશે, જ્યારે બીજા સિટી ઇજનેર પાસે પાણી અને ડ્રેનેજની જવાબદારી રહેશે.
કારણ કે આજના સમયની આ તાતી જરૂરિયાતો છે. શહેરના સાતેય ઝોનમાં ટૂંક સમયમાં તેની નિમણૂક કરાશે. આ વ્યવસ્થાથી લોકોની સુખાકારી વધશે અને અધિકારીઓનું મોનિટરિંગ અને કામ પુરુ થવાનો સમય પણ વધશે. આ બદલાવને કારણે 63 નવી જગ્યા ઊભી થશે. જેમાંથી 67 ટકા જગ્યા અમે મ્યુનિ.ના કર્મચારીઓને પ્રમોશન આપીને ભરીશું, જ્યારે 33 ટકા જગ્યા પર સીધી ભરતી કરીશું. જેથી યુવાનો માટે નવી રોજગારી પણ ઉભી થશે. ઝોનમાં બે સિટી ઇજનેરીની નિમણૂકને કારણે હવે અધિકારીઓને ચાલી રહેલા કામના મોનિટરિંગ માટે સમય રહેશે. આ ઉપરાંત જવાબદારી પણ ફિક્સ રહેશે. જો કોઇ લાપરવાહી રહેશે તો હવે અધિકારી વધારે કામનું બહાનું ધરીને છૂટી નહીં શકે”.
શહેરી વિસ્તારોમાં 90 ટકા કામ સિવિલ વર્કનું હોય છે. જેના કારણે દરેક ઝોનમાં બે સિટી ઇજનેરની જરૂર પડી. જેથી લોકોની સમસ્યાના સમાધાનમાં ઓછો સમય લાગે. આ પહેલા કોર્પોરેશનમાં સરેરાશ સ્ટાફ પણ ઓછો હતો, તેની અસર ચાલી રહેલા કામો પર થતી હતી. આવનારા સમયમાં એન્જિનિયરોની પણ ભરતી કરાશે.
નવી વ્યવસ્થાથી લોકોના પ્રશ્નોનો જલ્દી ઉકેલ આવશે:
*વિવિધ વિસ્તારમાં ચાલી રહેલા કામ પર મોનિટરિંગ વધશે.
*અધિકારીઓની જવાબદારી ફિક્સ રહેશે તેથી તેઓ છટકી શકશે નહીં.
*અધિકારીએ બેથી ત્રણ કામને બદલે એકની જવાબદારી લેવાની રહેશે.
*જવાબદારી અને જવાબદેહી વધશે.
*લોકોની સમસ્યા હલ કરવામાં ધ્યાન કેન્દ્રીત કરી શકાશે.