2dca0937-3ceb-481f-b986-5e7c5aaf2511
રાયસણના પંચેશ્વર- રામજી મંદિરમાં છેલ્લા બે અઠવાડિયાંથી શ્રી હરિનો હિંડોળા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે : દરરોજ જુદી જુદી થીમ ઉપર બહેનો દ્વારા સજાવાતા હિંડોળા સમગ્ર ગાંધીનગર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
ગાંધીનગર
પવિત્ર શ્રાવણ માસમાં ગાંધીનગરમાં રાયસણ મેટ્રો સ્ટેશન પાસે આવેલ
પંચેશ્વર- રામજી મંદિરમાં છેલ્લા બે અઠવાડિયાથી શ્રી હરિનો હિંડોળા મહોત્સવ ઊજવાઇ રહ્યો છે , જેના ભાગ રૂપે આજે રૂની દીવેટોને કલાત્મક રીતે સજાવટ કરીને શ્રી હરિના હિંડોળાને નયનરમ્ય આકર્ષિત રીતે શણગારવામાં આવ્યો છે.
પંચેશ્વર-રામજી મંદિરમાં દરરોજ જુદી જુદી થીમ ઉપર બહેનો દ્વારા સજાવાતા હિંડોળા સમગ્ર ગાંધીનગર અને આસપાસના પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હોઇ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કલાત્મક હિંડોળામાં શ્રી હરિને ઝુલાવવા ઊમટી પડે છે. હજું એક અઠવાડિયા સુધી મંદિરમાં જુદી જુદી થીમ ઉપર હિંડોળા શણગારવામાં આવશે.

