દેશમાં કોરોના નો હાહાકાર મચ્યો છે ત્યારે કોઈ કોઈ એવું રાજ્ય નથી કે જ્યાં સ્થિતિ વણસી ન હોય ત્યારે ગુજરાતમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જેવા શહેરોમાં હોસ્પિટલોમાં જગ્યા નથી અને વેન્ટિલેટર થી લઈને લોકો ઓક્સિજન માટે દોડી રહ્યા છે ત્યારે ખ્તદ્ઘ ૧૮ ખાતે પણ નગરજનોએ કોરોના ન હોવા છતાં અને જેને કોરોના પરિવારમાં પોઝિટિવ આવ્યા બાદ પણ સાજા થઇ ગયા હોવા છતાં જે સંસ્થાઓ પાસેથી પલ્સ ઓક્સીમીટર નેબ્યુલાઇઝર ઓક્સિજન કોન્ટ્રાક્ટર શંકસન મશીન લઈ ગયા હોવા છતાં આવશ્યક ન હોવા છતાં પરત ન આપતા અને સંસ્થાઓની હાલત કફોડી થઈ ગઈ છે પણ ઓક્સિજન માટે જે લોકો વલખાં મારી રહ્યા છે તેમને પણ મળતા નથી ત્યારે ખ્તદ્ઘ ૧૮ ખાતે લાયન્સ ક્લબ કાઉન્સિલ દ્વારા ઓક્સિજનના બાટલા પણ આપવામાં આવ્યા છે ત્યારે પ્રજાની સેવા માટે અને પ્રજાની દરકાર લેવા કરેલા પ્રયત્નો માં સંસ્થાઓ ફસાઈ ગઈ છે ત્યારે જે તત્વો આ ચીજ વસ્તુઓ ડિપોઝિટ કે ભાડે લઈ ગયા છે તેમની તપાસ કરાવીને તેમના ઘરે કોરોના કેસ પોઝીટીવ છે કે કેમ તે અને ન હોય તો આ ચીજવસ્તુઓ પરત લઇને GJ-18 ખાતે જે ઓક્સિજનની સમસ્યા સર્જાય છે તેને નિવારવા બીજાને મદદરૂપ થઈ શકે.પ્રાપ્ત વિગતો અનુસાર લાયન્સ ક્લબ દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા નિશુલ્ક તથા ડિપોઝિટ લઈને મેડિકલ સાધનો જરૂરિયાત મંદ વસાહતીઓને આપવામાં આવે છે ત્યારે ચીજવસ્તુમાં અગત્યનું છે તેમાંપલ્સ ઓક્સીમીટર નેબ્યુલાઇઝર ઓક્સિજન કોન્ટ્રાક્ટર શંકસન મશીન પણ સેવામાં આપવામાં આવે છે ત્યારે જે ચીજ વસ્તુઓ તેમાં ડિપોઝિટ લઈને અમુક નજીવા ભાડે થી આપવામાં આવે છે ત્યારે કોરોનાની મહામારી માં લોકોએ આ મશીનો સંસ્થા પાસેથી લઈ તો લીધા પણ પરત આપતા નથી અને કોરોના તેમના પરિવારમાં ન હોવા છતાં અને સારું થઇ ગયું હોવા છતાં પરત ન આપતા ર્ક સિઝનની અંધાધૂંધી ફેલાઇ છે ત્યારે માનવતાની મહેક પ્રસરે તે જરૂરી છે ત્યારે માનવને માનવ નહીં આપે તો કોણ આપશે ત્યારે લાયન્સ ક્લબ અને જુનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા પણ આ ચીજવસ્તુઓ જે આપી છે તે પરત ન આવતાં બીજા જરૂરિયાતમંદો અને જેથી હાલત અત્યારે ઓક્સિજન વગર ક્રિટિકલ થઈ ગઈ છે તે લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે ત્યારે હવે તો હદ થઈ ગઈ હોય તેમ સંસ્થા ઉઘરાણી કરે તો જણાવે છે કે અમે ડિપોઝિટ આપેલી છે આવો જવાબ આપતા સંસ્થાઓ પણ મૂંઝાઈ ગઈ છે ત્યારે આવા બે સંસ્થાઓ ભેગી થઈને પલ્સ ઓક્સીમીટર કેટલા લોકોને આપ્યા છે. ઓક્સિજન કોન્સ્ટ્રેટર ૧૫થી વધારે લોકોને આપ્યા છે જે પરત આવેલ નથી ત્યારે માનવતાને નેવે મુકનારી આ આ તત્વો સામે કોરોના ન હોવા છતાં અને પરિવાર પોઝિટિવ કે નેગેટિવ થઈ ગયો હોવા છતાં પરત ન આપતા ઓક્સિજન લેવા અંધાધૂંધી ફેલાઈ છે તે સંગ્રહખોરી ના કારણે છે ત્યારે આવા તત્વો સામે તપાસ કરાવીને પગલા લેવાની જરૂર છે.