100 કરોડની કોઈ પણ ફિલ્મ આપી શકતી નથી તેટલી ખુશી મને લોકોની મદદ કરીને થાય છે. જ્યારે લોકો હોસ્પિટલોની બહાર બેડની રાહ જોતા હોય છે ત્યારે હું પણ સૂઈ શકતો નથી. કોરોના વાયરસની બીજી લહેર દેશમાં ભયંકર સ્વરૂપ લઈ રહી છે. કોરોના વાયરસની પ્રથમ લહેરમાં જ્યારે પરપ્રાંતિય મજૂર વહીવટી તંત્રથી નિરાશ થઈ હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલી ઘરે જવા નીકળી પડ્યા હતા ત્યારે બોલીવુડ અભિનેતા સોનુ સૂદે આવા મજૂરોને આદર સાથે ઘરે લાવવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી અત્યાર સુધી તે સતત દેશભરમાં જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યો છે.
તેવામાં સોનુ સૂદે ટેલિગ્રામ એપ્લિકેશન પર એક ચેનલ શરૂ કરી જેના દ્વારા તે દેશભરના જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની મદદ કરશે. તેમણે ટ્વિટ કરીને દેશવાસીઓને સોનુ સૂદ કોવિડ ફોર્સમાં જોડાવા અપીલ કરી હતી.
સોનુ સૂદ ખુદ થોડા દિવસો પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.
તેવામાં પણ લોકોને મદદ કરતા સોનૂ સુદે એક નિવેદન આપતાં કહ્યું હતું કે તેને લોકોની મદદ કરવામાં વધુ આનંદ મળે છે. તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે ‘જો તમે અડધી રાત્રે પણ કોલ કરો છો તો હું લોકોના જીવ બચાવવા માટે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની વ્યવસ્થા કરીને લોકોનો જીવ બચાવીશ.