GJ -૧૮ ખાતે કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના સારવારના અભાવે જીવ ગયા છે. ત્યારો રોજબરોજ સરકારી આંકડો ૩૫૦ ઉપર કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. ત્યારે મેયર ઘરની પાસે ની એક સોસાયટીમાં કોરોનાના દર્દીને ઓક્સિજન બાટલાની તાતી જરૂર પડી હતી, ત્યારે ઘણી જ જગ્યાએ ગોતવા છતાં મળેલ નહીં, અને સરકારી સિવિલ તથા પ્રાઇવેટ હોસ્પીટલમાં જગ્યા ન હોવાના કારણો ઓક્સિજનના અભાવે દર્દીની જીવ જાય તેવી સ્થિતિ સર્જાતાં મેયર રીટા પટેલે દોઢ કલાકની સરત બાદ વ્યવસ્થા કરી આપેલ, અને આ બાલટો સારુ થઇ જાય પટેલે આમને તરત પરત કરી દેશો, ત્યારબાદ ૬ દિવસ પછી દર્દીને સાંરુ થઇ ગયું અને એ વાતના ૨૫ દિવસ જેવું થતાં મેયરે તબિયતની પૂચ્છા કરતાં સાંરુ થયું હોવાની ચર્ચા કરેલ, ત્યારબાદ મેયરે બાટલો પહોંચાડી દીધો હતો, તે તો કહે હા, અને તપાસ કરાવતાં બાટલો તેમના સંબંધીને ત્યાં મૂકેલો હતો, અને કોઇ જ કોરોનાની બિમારી નહીં, ત્યારી મેયરને આ વાતની જાણ પડતાં મેયર અક્ટીવા લઇને તાબડતોડ દર્દીના ઘરે જઇને બગડ્યા હતા, એવું જણાવ્યું કે તમે સંગ્રખોરી કરો છો? અત્યારે સ્થિતિ તો જુઓ, તમને સારં થઇ ગયું તો આ બાટલો તુરત જ પહોંચાડી દવો જાેઇએ ને, ૧૫ દિવસમાં ઓક્સિજન વગર સ્થિતિ કેવી સર્જાઇ છે, તે તમને ખબર છે, કરી તમે કેવી પરીસ્થિતમાં હતા અને મદદ કરી હતી? ત્યારે આ બાટલો પરત સારું થઇ ગયા બાદ આપી દેવો જાેઇએ ને તેમ કહીને મેયરે ખાશો દેકારો મચાવ્યો હતો.મેયરના દેકારોના અવાજથી આજુબાજુની સોસાયટીના રહીશો આવી ગયા હતા, અને બધાએ મેયરની પેરવી કરી કે, સાચી વાત છે, ત્યારબાદ મેયર હાથમાં ઝાલ્યા ન રહેતાં રહીશોએ સમજાવ્યા અને મેયર પોલીસ સ્ટેશન ફરીયાદ કરવાની ઝીંદ પકડીને બેઠા હતા અને પછી સમજાવટથી પાછા ફર્યા હતાં, ત્યારબાદ આજુબાજુની સોસાયટીમાં આ ચર્ચાનો મુદ્દો ભારે ચગ્યો હતો.