વડોદરામાં દર્દીઓની સેવા કરતા ડૉક્ટર્સ પણ કોરોનાનો શિકાર
ગોત્રી હોસ્પિટલમાં 21 ડૉક્ટર થયા કોરોના પોઝિટીવ
ત્રણ શિફ્ટમાં 60 જેટલા તબીબો આપે છે સેવા
ગુજરાતભરમાં રાત-દિવસ કોરોના દર્દીઓ માટે ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ મહેનત કરી રહ્યા છે. સાથે પોતાના જીવના જોખમે સારવાર આપી રહ્યા છે. આ વચ્ચે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત 21 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
60 જેટલા તબીબો આ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં એક સાથે 21 ડૉક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.
વડોદરાની જાણીતી ગોત્રી હોસ્પિટલમાં આશરે 700 જેટલા દર્દીઓની સારવાર થઈ રહી છે. જેના માટે 180 જેટલા ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં 60 જેટલા ડૉક્ટરો રાત દિવસ કાર્યરત છે.
વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર
જો કે, આજે વડોદરા શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વેન્ટિલેટર વિનાના ICUના 118 બેડ ખાલી હોવાની માહિતી સામે આવી છે. ક્રિટિકલ દર્દીઓ માટે બેડ વેઈટિંગ યથાવત્ છે.
વડોદરામાં કોરોના બાદ હવે મ્યૂકોરમાઈકોસિસનો કહેર જોવા મળી છે. વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસના 100 જેટલા કેસ સામે આવ્યા છે. 50 દિવસમાં વડોદરામાં 100 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. અને મ્યૂકોરમાઈકોસિસના કારણે 20 દર્દીના મૃત્યુ પણ નિપજ્યા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ જોખમી બની રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ડૉક્ટરોની નિમણૂક ન થતી હોવાની માહિતી
તો બીજી તરફ સમગ્ર ગુજરાતની હોસ્પિટલમાં ડૉકટરની અછત છતાં 265 તબીબો નિમણૂક કરાઈ નથી. માર્ચ 2021માં પસંદગી પામેલા 265 ડોકટરની હજી નિમણૂક કરાઈ નથી. ડૉકટરના અછતના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. સીધી ભરતીથી પસંદગી પામેલા નિમણૂક આપવામાં આવી નથી. આ પ્રકારની મહામારી વચ્ચે છેલ્લા 2 માસ બાદ પણ નિમણૂક ન આપતા તંત્રની કામગીરી સામે સવાલો થયા છે. 265 તબીબોની ભરતી થાય તો કોવિડ દર્દીઓને સારવારમાં રાહત થશે.
આ વેક્સિનનો હળવો એક ડોઝ કોરોનાનું કામ કરી નાખશે તમામ, કંપનીએ કરી મોટી જાહેરાત
સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે