ગુજરાતનું પ્રથમ AI ડેટા સેન્ટર ગિફ્ટ સિટીમાં બનશે

Spread the love

 

ગાંધીનગર
ગુજરાત અને દેશની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને આગળ ધપાવતાં ગિફ્ટ સિટીમાં રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર ઉભું થવા જઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ સેન્ટરની ક્ષમતા 40 મેગાવોટ સુધીની રહેશે અને ગિફ્ટ સિટીના માસ્ટર પ્લાન મુજબ તેને વર્ટિકલ ફોર્મેટમાં વિકસાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટના અમલીકરણ અને નિર્માણ માટેની ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે અને તેની સમયરેખા માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારીઓ સાથે જોડાઈને આગળ વધશે.
દેશમાં ઝડપી વધતા AI-કમ્પ્યુટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સેન્ટર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. AI આધારિત વર્કલોડ — ટ્રેનીંગથી લઈને ઇન્ફરન્સ સુધી — મોટા પ્રમાણમાં હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની માંગ કરે છે, જેને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ AI માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવશે.
પરંપરાગત ડેટા સેન્ટરથી અલગ, ગિફ્ટ સિટીમાં બનતું આ સેન્ટર વર્ટિકલ આર્કિટેક્ચર અપનાવશે, જેથી જમીનનો અસરકારક ઉપયોગ થાય, ઓપરેશનલ કાર્યક્ષમતા વધે અને ઊર્જા બચત શક્ય બને. ગિફ્ટ સિટી પહેલેથી જ ટેકફિન કંપનીઓ, બેંકો અને આંતરરાષ્ટ્રીય સ્ટોક અને બુલિયન એક્સચેન્જ માટે એક મુખ્ય હબ તરીકે ઉભરી છે.
વધુમાં જણાવ્યું કે મોટા પાયે નાણાકીય ટ્રાન્ઝેક્શન ડેટાની રિયલ-ટાઈમ પ્રોસેસિંગ, ફ્રોડ ડિટેક્શન અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી પાલન પ્રક્રિયાઓમાં AI આધારિત વિશ્લેષણ અત્યંત અસરકારક સાબિત થશે. આ સેન્ટરથી ટેકફિન કંપનીઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCCs) અને BFSI સેક્ટરના રોકાણમાં પણ વધારો થવાની સંભાવના છે.
સેન્ટર માટે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી અને એડવાન્સ પાવર સિસ્ટમ્સ જરૂરી રહેશે અને તેને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે. ગિફ્ટ-IFSCમાં પહેલેથી જ ત્રણ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ કાર્યરત છે અને મજબૂત પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી પ્રોજેક્ટને વધારાનો લાભ મળશે.
તેમજ વધતી AI/ML વર્કલોડ, હાઈ-પરફોર્મન્સ ક્લાઉડ સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઈઝ એપ્લિકેશન્સની માંગને પહોંચી વળવા આ આગામી પેઢીનું સેન્ટર એક મહત્વપૂર્ણ હબ બની રહેશે. વર્ટિકલ ફોર્મેટ જમીનના ઓછા વિક્ષેપ સાથે વધુ ટકાઉ અને સ્પેસ-એફિશિયન્ટ મોડેલ પ્રદાન કરશે. પ્રોજેક્ટ હાઈપરસ્કેલ અને AI-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ ધરાવતા સ્થાનિક અને વૈશ્વિક વ્યવસાયકારોને આકર્ષી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *