ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.