1500 કરોડ કૌભાંડમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદારની ધરપકડ

Spread the love

 

સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે EDની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે EDને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?. જેના જવાબમાં EDએ કહ્યું કે, કેસની ગંભીરતાને જોતા સ્પેશ્યલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે EDની અટક અંગે, ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. EDએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢીયે 5 વાગે‎ EDએ રૂ. 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો છે. કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા
સમગ્ર તપાસનું ‎એપી સેન્ટર આ 5 જણાંનું નિવાસસ્થાન હતું.‎ કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે 1500‎ કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીના ‎આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની ‎‎પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આટલું મોટું‎ જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસ‎રીતે જાણી શકાયું નથી. ક્લેક્ટરના બંગ્લા બહાર 4 ખાનગી કાર તહેનાત હતી. કલેક્ટર કચેરી‎ મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતાં 35 પૈકી એકપણ કર્મી હાજર ‎ન હતો. સવારથી જ ઓફિસમાં કોઇ અરજદારને પણ પ્રવેશ આપવામાં ‎આવ્યો ન હતો. તમામ કર્મચારી, કલેક્ટર, નાયબ મામલતદાર તમામના‎ ફોન EDની તપાસ દરમિયાન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા હતા. રતનપરમાં રહેતા હાઇકોર્ટના એક વકીલની પૂછપરછ કરવામાં આવી. જમીન‎ કૌભાંડમાં મધ્યસ્થીની ભૂમિકા હોવાનું ચર્ચાય છે. રતનપરમાં તેમના જૂના મકાનમાં EDની ટીમે તપાસ હાથ ધરી છે. હાલમાં જ નવો બે માળનો બંગ્લો બનાવ્યો‎ છે. ઘરમાંથી રોકડ અને દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું હોવાની ચર્ચા. કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલાનું મકાન પણ ‎રતનપરમાં જ આવેલું છે. પોલીસે રતનપર વિસ્તારમાં સૌથી વધુ 4 કલાક તપાસ હાથ ધરી હતી.‎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *