
પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે રાજકોટ રેલવે સ્ટેશન પરથી પ્રિન્સ જગબિર (ઉ.વ.18)ને રૂ.19086ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે રેલવે એલસીબીની ટીમે અન્ય દરોડામાં નેપાલસિંહ ઉદયસિંહ પવાર (ઉ.વ.20)ને રૂ.20267ની કિંમતની 18 બોટલ દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા બંને શખ્સો પાણીપતથી દારૂનો જથ્થો લઈ આવ્યા હતા અને પાણીપતના બુટલેગર વોટ્સએપ કોલથી જણાવે તેને દારૂ પહોંચાડવાનો હતો. જોકે, તે પહેલા જ તે બંને દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા.