પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા નિતિન ગડકરીનું આકરું વલણ, જાણો શું છે ફ્યુચર પ્લાન

Spread the love

 

મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે, તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે.

મેં દંડા લગાવ્યા છે. ડીઝલ અને પેટ્રોલ બંધ કરો નહીંતર યૂરો 6ના ઇમિશન નોર્મ્સ લગાવીશ. હવે ટ્રેક્ટર કંપનીઓએ ફ્લેક્સ એન્જિન ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. 100 ટકા ઇથેનોલ અને CNGથી ચાલનારા ફ્લેક્સ એન્જિન ટ્રેક્ટર હવે તૈયાર થઈ ચૂક્યા છે.

વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપશે સરકાર

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ પણ આપી રહી છે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન ઇક્યૂપમેન્ટ માટે જે લોકો ફાઇનાન્સ કરાવે છે, જો તેઓ અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલ વાળા વિકલ્પ પસંદ કરે છે, તો તેમને પાંચ ટકા સબસિડી આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય આ ટેકનિકને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે.

હાઇડ્રોજન ફ્યુલથી ચાલનારા ટ્રક લોન્ચ

કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે, હાલમાં જ ત્રણ ટ્રક લોન્ચ કરાયા છે. જેમાં બે ટ્રક એવા છે, જેમાં ડીઝલ અને પેટ્રોલ એન્જિનની સાથે હાઇડ્રોજન મિલાવીને ઉપયોગ કરાયો છે. જ્યારે એક ટ્રક સંપૂર્ણ રીતે હાઇડ્રોજન ફ્યુલ સેલ પર ચાલે છે. કંસ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર ઇક્યૂપમેન્ટમાં પણ આ પ્રકારના પ્રયોગ કરાઈ રહ્યા છે. દેશનું ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યૂલ અને બાયોફ્યુલથી જોડાયેલું છે અને આવનારા સમયમાં આ રસ્તો ભારતને આગળ લઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *