ભારતની આર્થિક પ્રગતિ હવે માત્ર કેટલાક રાજ્યો સુધી જ સીમિત રહી નથી. છેલ્લા 5 વર્ષોમાં અનેક રાજ્યોનો જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20 અને 2024-25 વચ્ચે ઘણા રાજ્યોના અર્થતંત્રમાં ભારે ગ્રોથ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ રાજ્યોનું પ્રદર્શન દેશના કુલ આર્થિક વિકાસ સાથે સુસંગત છે.
આ સમયગાળા દરમિયાન ભારતનો રિયલ GDP 29 ટકા વધીને 145.35 લાખ કરોડ રૂપિયા (FY20)થી 187.97 લાખ કરોડ રૂપિયા (FY25) થઈ ગયો છે. RBIના ડેટા દર્શાવે છે કે, સૌથી ઝડપથી વિકસતા 10 મોટા રાજ્યોના અર્થતંત્રોએ રાષ્ટ્રીય વિકાસ દરને પાછળ છોડી દીધો છે, જે ગ્રોથ 45 ટકા સુધી પહોંચી ગયો છે.
આસામ બન્યું નંબર વન
હિમંત બિશ્વા શર્માના નેતૃત્વ હેઠળનું આસામ સૌથી ઝડપથી વિકસતા રાજ્યોની યાદીમાં ટોપ પર છે. આસામએ 45 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. આસામનો GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) જે નાણાકીય વર્ષ 2020 માં 2.4 લાખ કરોડ રૂપિયા હતો, તે 2025માં વધીને 3.5 લાખ કરોડ રૂપિયા થયો છે. રાજ્યનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, તેલ અને ગેસ પર આધારિત છે. આ ઉપરાંત ઉત્તરપૂર્વમાં વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધતું રોકાણથી તેને વધુ સપોર્ટ મળી રહ્યો છે.
નવા વર્ષ પહેલા મોટા સમાચાર, દેશભરમાં સસ્તી થઈ શકે છે વીજળી
તમિલનાડુ બીજું સ્થાન પર
તમિલનાડુએ 39%નો ગ્રોથ નોંધાવ્યો છે. રાજ્યનો GSDP 12.4 લાખ કરોડ રૂપિયાથી વધીને 17.3 લાખ કરોડ રૂપિયા થયો છે. તમિલનાડુમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝ છે, જેમાં ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ અને સર્વિસેઝની મહત્વની ભૂમિકા છે. કર્ણાટકે 36 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. આ રાજ્યનો GSDP 11.5 લાખ કરોડ રૂપિયાથી વધીને 15.7 લાખ કરોડ રૂપિયા થયો છે. ઉત્તર પ્રદેશે 5 વર્ષમાં 35 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેનો GSDP 11.7 લાખ કરોડ રૂપિયાથી વધીને 15.8 લાખ કરોડ રૂપિયા થયો છે. રાજ્યનું મોટું સ્થાનિક બજાર, કૃષિ અને વધતું ઔધોગિક અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ગ્રોથને સપોર્ટ કરે છે.
રાજસ્થાને 34 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાજ્યનું અર્થતંત્ર 6.8 લાખ કરોડ રૂપિયાથી વધીને 9.1 લાખ કરોડ રૂપિયા થયું છે. માઈનિંગ, રિન્યુએબલ એનર્જી, પ્રવાસન અને સિમેન્ટ ઉત્પાદન જેમાં મુખ્ય ફાળો આપી રહ્યું છે.
ગુજરાત જ નહિ, આ રાજ્યો પણ કરી રહ્યાં છે તોતિંગ વિકાસ! યુપી-બિહાર,આસામ આગળ નીકળી ગયા
બિહારમાં પણ મજબૂત ગ્રોથ નોંધાયો
બિહાર અને આંધ્રપ્રદેશ બન્નેએ 33 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો. નોંધનીય છે કે, બિહારનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ અને સેવાઓ પર આધારિત છે અને 4.0 લાખ કરોડ રૂપિયાથી વધીને 5.3 લાખ કરોડ રૂપિયા થયો છે. આંધ્રપ્રદેશનું અર્થતંત્ર જેમાં કૃષિ, બંદરો, લોજિસ્ટિક્સ અને ફૂડ પ્રોસેસિંગનો સપોર્ટ મળ્યો. તેનો GSDP 6.5 લાખ કરોડ રૂપિયાથી વધીને 8.7 લાખ કરોડ રૂપિયા થયો છે.