વર્ષ 2026 ની શરૂઆત સામાન્ય નાગરિકો માટે બચતની ખુશખબર લઈને આવી શકે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને કારણે વાહનચાલકો અને ગૃહિણીઓને મોટી રાહત મળવાની શક્યતા છે. ગેસ પરિવહન (Gas Transportation) ના નિયમોમાં થયેલા મોટા ફેરફારોને કારણે આગામી સમયમાં CNG અને PNG ના ભાવ (Gas Prices) માં ઘટાડો જોવા મળી શકે છે, જે સીધો તમારા ઘરના બજેટ અને મુસાફરીના ખર્ચને ઘટાડશે.
યુનિફાઇડ ટેરિફ સિસ્ટમમાં મોટો ફેરફાર
સરકારની મહત્વકાંક્ષી પહેલ “એક રાષ્ટ્ર, એક ગ્રીડ, એક ટેરિફ” (One Nation, One Grid, One Tariff) અંતર્ગત ગેસના ભાવ નિર્ધારણની પ્રક્રિયાને વધુ સરળ અને ગ્રાહકક્ષી બનાવવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં ગેસના પરિવહન માટે અંતરના આધારે અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવતા હતા, જેના કારણે વિવિધ રાજ્યોમાં ગેસના ભાવમાં તફાવત રહેતો હતો. પરંતુ હવે ‘યુનિફાઇડ ટેરિફ સિસ્ટમ’ (Unified Tariff System) માં સુધારા થવાને કારણે આખી પ્રક્રિયા સસ્તી અને સુગમ બનશે.
હવે માત્ર બે ઝોનમાં વહેંચાશે ટેરિફ
PNGRB એ જૂની સિસ્ટમ બદલી નાખી છે. અગાઉ ગેસ પરિવહન માટે ત્રણ અલગ-અલગ ઝોન હતા, જેમાં અંતર વધે તેમ ચાર્જ વધતો હતો. હવે નવા નિયમો (New Rules) મુજબ તેને ઘટાડીને માત્ર બે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યા છે:
300 km સુધીનું અંતર
300 km થી વધુ અંતર
આ સ્ટ્રક્ચરલ ફેરફારનો મુખ્ય હેતુ પરિવહન ખર્ચ (Transportation Cost) ઘટાડવાનો છે, જેથી ગ્રાહકોને સીધો ફાયદો મળી શકે.
જાણો નવા ભાવ અને ચાર્જિસ
નવા માળખા મુજબ પરિવહન શુલ્કમાં નીચે મુજબ ફેરફાર થશે:
300 km સુધી: ₹54 પ્રતિ MMBTU
300 km થી વધુ: ₹102.86 પ્રતિ MMBTU
જોકે, સૌથી મહત્વની અને રાહતની વાત એ છે કે સામાન્ય ગ્રાહકો (General Consumers) પાસેથી અંતર ગમે તેટલું હોય, માત્ર ₹54 પ્રતિ MMBTU નો ચાર્જ જ વસૂલવામાં આવશે. આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવે તેવી વકી છે.
CNG અને PNG કેટલું સસ્તું થશે?
મીડિયા અહેવાલો અને નિષ્ણાતોના મતે, આ નવા ટેરિફ અમલમાં આવવાથી કિંમતોમાં નીચે મુજબનો ઘટાડો થઈ શકે છે:
CNG Price: કિલો દીઠ આશરે ₹1.25 થી ₹2.50 નો ઘટાડો.
PNG Price: પ્રતિ SCM આશરે ₹0.90 થી ₹1.80 નો ઘટાડો.
આમ, નવા વર્ષમાં CNG વાહન ધારકો અને પાઈપ લાઈન ગેસ (PNG) વાપરતા પરિવારોને આર્થિક રીતે મોટી રાહત મળશે. PNGRB નો આ નિર્ણય માત્ર ગેસ કંપનીઓનો ખર્ચ જ નહીં ઘટાડે, પરંતુ મોંઘવારીના સમયમાં સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ પણ હળવો કરશે.