
ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે. જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભારે અસર જોવા મળી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 8 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 13 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે મુસાફરો ભારે પરેશાન થયા હતા.
આ અંગે ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે, આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે. તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે.
બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.
અરાઇવલ કેન્સલ ફ્લાઇટઃ
1-રાયપુરથી અમદાવાદ આવતી 6E 645
2-દિલ્હી થી આવતી 6E 163
3-અમૃતસર થી અમદાવાદ આવતી 6E 127
4-એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી AI 2959
5-અરાઇવલ ડીલે ફ્લાઇટ
6-થાઈ વાઇટજેટ બેન્કોકથી અમદાવાદ આવતી VZ 750
7-સ્ટાર એરની પૂર્ણિયાથી અમદાવાદ આવતી S5 619
8-સ્પાઇસજેટ ની કોલકતા થી અમદાવાદ આવતી SG 494
9-સ્પાઇસજેટ ની દિલ્હી થી અમદાવાદ આવતી SG 877
10-એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લોર થી અમદાવાદ આવતી IX 2013
11-એર ઇન્ડિયા એક્સપ્રેસની ગોવા થી અમદાવાદ આવતી IX 2143
12-ઈન્ડિગો ની દેહરાદૂન થી અમદાવાદ આવતી 6E 569
13-ઈન્ડિગો ની કુવૈત સિટીથી અમદાવાદ આવતી 6E 1244
14-અકાસા એર ની મુંબઈ થી અમદાવાદ આવતી QP 1781
ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટઃ
1-ઈન્ડિગો ની અમદાવાદ થી રાયપુર જતી 6E 261
2-ઈન્ડિગો ની અમદાવાદ થી દુર્ગાપુર જતી 6E 6731
3-ઈન્ડિગોની અમદાવાદ થી અમૃતસર જતી 6E 106
4-એર ઇન્ડિયાની અમદાવાદ થી દિલ્હી જતી AI 2946
ડિપાર્ચર ડીલે ફ્લાઇટઃ
1-થાઈ વાઇટજેટની અમદાવાદ થી બેન્કોક જતી VZ 751
2-સ્પાઇસજેટની અમદાવાદ થી દુબઇ જતી SG 015
3-સ્પાઇસજેટની અમદાવાદ થી કોલકાતા જતી SG 491
4-ઈન્ડિગો ની અમદાવાદ થી જેદ્દાહ જતી 6E 075