
આવનાર વર્ષ 2026 સરકારી નોકરી કરતા લોકો માટે રજાઓની દૃષ્ટિએ આરામદાયક સાબિત થવાનું છે. હૉલીડે કેલેન્ડર મુજબ તહેવારો અને શનિવાર-રવિવારને જોડીને આખા વર્ષમાં અંદાજે 50 દિવસની રજા મળી શકે છે. આ આયોજન પ્રમાણે વર્ષભરમાં કુલ 15 લાંબા વીકએન્ડ બનશે, એટલે સળંગ ત્રણથી ચાર દિવસની રજા મેળવવાની તક રહેશે.
જાન્યુઆરીમાં 26 જાન્યુઆરી ના ગણતંત્ર દિવસે શનિવાર અને રવિવાર સાથે જોડાઈ ત્રણ દિવસની સતત રજા મળે છે. ફેબ્રુઆરીમાં 19 ફેબ્રુઆરી (ગુરુવાર)ની મહાશિવરાત્રિ આસપાસ એક દિવસની રજા આવે છે અને સાથે જો શનિવારે રજા પાડો તો લાંબો બ્રેક બને છે.3માર્ચના રોજ ગુડ ફ્રાઈડે માર્ચમાં 4 માર્ચ (બુધવાર)ના હોળીની રજા હોવાથી ૩ દિવસ સળંગ રજા આવે છે.એપ્રિલમાં 3 એપ્રિલ (શુક્રવાર)ના ગુડ ફ્રાઇડેની રજા છે અને શનિવારે રજા રાખોતો ૩ દિવસ સતત રજા અને લોંગ વીકએન્ડ બને છે.