
મલ્ટી સ્પોર્ટ્સ ક્લબ બીબીપુરા ખાતે 9મી ગુજરાત સ્ટેટ ઓપન ટી.એફ.આઈ ટેકવોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી આર્યન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ બેસ્ટ પર્ફોમન્સ કરી ક્રિતિક ભારત કુમાર સોલંકી (પૂમસે ગોલ્ડ મેડલ), શિવાની ગુરુદેવસિંહ શિખ (પૂમસે ગોલ્ડ મેડલ) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતુ. જેમા સ્કૂલના ગુજરાતી મીડિયમ પ્રિન્સિપાલ પુનિતભાઈ એમ.શાહ, અંગ્રેજી મીડીયમના પ્રિન્સિપાલ સંગીતાબેન એમ.ધાંડે, મેનેજિંગ ડિરેક્ટર નીલ એ.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ગીતાબેન એ.પટેલ, સ્કૂલ ના ચેરમેન ડો. અતુલ કે. પટેલ, એક્શન ટેકવોન્ડો એકેડમીમાં ચીફ કોચ અજય જાડેજા ઇન્ટરનેશનલ કોચ ભાસ્કર પરમાર અને મુખ્ય મહેમાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ તેમજ કિરણ પરમાર દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિજેતા ખેલાડીઓનું પ્રાર્થના હોલમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ પહેરાવીને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.