અડાલજ ત્રિમંદિર પાસે પશુઓ ભરેલું ડાલું પલટ્યું

Spread the love

 

ગાંધીનગર મહેસાણા હાઈવે પર અડાલજ ત્રિમંદિર પાસે ગત રાત્રે પશુઓની હેરાફેરી કરી રહેલું એક પિકઅપ ડાલું પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવી 27 જેટલા પાડા-પાડીઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. જે પૈકી 6 પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં ગૌરક્ષકો અને ચાલક વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે રોડ ઉપર ગઈકાલે મોડી રાતે એક એક પીકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ પશુઓને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર પિકઅપ ડાલાના ચાલકે કાબુ ગુમાવી દેતા ડાલુ પલટી ગયું હતું. આ અકસ્માતમાં છ પશુઓના ઘટના સ્થળે મોત નીચે હતા. આ દરમિયાન ગૌરક્ષકો સ્કોડા ગાડી લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા. બાદમાં ગૌરક્ષકો અને પીકઅપ ડાલાના ચાલક ક્લીનર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોત જોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. જેની જાણ થતાં જ અડાલજ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલક અને ક્લીનરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીજે-08-એડબ્લ્યુ-5022 નંબરના પિકઅપ ડાલામાં ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા વગર પશુઓને ગીચોગીચ હાલતમાં ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુઓના પગ અને ગરદન દોરડાથી ટૂંકા બાંધી દેવાયા હતા. જેથી, તેઓ હલનચલન પણ ન કરી શકે. આ બ્રિજ પાસે ડાલું પલટી જતાં પશુઓ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. આ ઘટનામાં છ પશુઓના ઘટના સ્થળે મોતની ગયા હતા જ્યારે 21 પશુઓને પોલીસે કલોલ અને ખેરપુરની પાંજરાપોળમાં આશ્રય માટે મોકલી આપ્યા હતા. જ્યારે પિકઅપ ડાલાના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *