ગુજરાત સરકારની મોટી જાહેરાત : રાજ્યની 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી મફત અપાશે

Spread the love

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ દેશવ્યાપી એચવીપી ટીકાકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જેમાં 14-15 વર્ષની અંદાજિત 1.15 કરોડ કિશોરીઓને સરકારી કેન્દ્રો પર મફત સર્વાઈકલ કેન્સરની રસી લગાવવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે પણ જાહેરાત કરી કે, ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી મફત અપાશે.

ભારતમાં દર વર્ષે 80 હજાર સર્વાઈકલ કેન્સરના કેસ સામે આવે છે.

વિધાનસભામાં આરોગ્ય મંત્રીની જાહેરાત
દેશભરની સાથે હવે ગુજરાતમાં પણ સર્વાઇકલ કેન્સરની રસી મફતમાં આપવામાં આવશે તેવી જાહેરાત આજે ગુજરાત વિધાનસભામાં થઈ છે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાહેરાત કરી હતી કે, પીએમ મોદી વિનામૂલ્યે રસી આપવાનો દેશભરમાં શુભારંભ કરાવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોલા સિવિલ ખાતેથી અભિયાનની શરૂઆત કરાવશે. ગુજરાતમાં 5.5 લાખ દીકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી મફત અપાશે. દેશભરમાં ગત વર્ષે 79 હજાર કરતા વધું સર્વાઇકલ કેન્સરના કેસ આવ્યા હતા. ગત વર્ષ 34 હજાર દીકરીઓના સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થયા હતા. એચપીવી 16 અને એચપીવી 18 ની રસી અપાશે.

શું છે આ અભિયાન
સર્વાઈકલ કેન્સરને અટકાવવા માટે કેન્દ્ર સરકાર આજે 28 ફેબ્રુઆરીથી દેશવ્યાપી હ્યુમન પૈપિલોમાવાયરસ (એચીપીવી) રસીકરણ અભિયાન શરૂ કરાવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં 14-15 વર્ષની અંદાજિત 1.15 કરોડ કિશોરીઓને સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત એચપીવી વેક્સીન આપવામાં આવશે. સ્વાસ્થય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર પરિપત્રમાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો વરચ્યુઅલ માદ્યમથી જોડાશે અને પોતાના સ્તર પર રસીકરણનો પ્રારંભ કરાવશે.

દર વર્ષે 80 હજાર કેસ, 42 હજારના મોત

  • સરકારી આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે અંદાજિત 80 હજાર મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના કેસ જોવા મળે છે.
  • જેમાંથી લગભગ 42 હજાર મહિલાઓના મોત આ બીમારીને કારણે થાય છે.
  • મોટાભાગના કિસ્સા હ્યુમન પૈપિલોમાવાયરસ (એચપીવી) ના સંક્રમણ સાથે જોડાયેલા હોય છે. જેને રસીકરણથી રોકી શકાય છે.

સરકારી કેન્દ્રો પર લાગશે ગાર્ડાસિલ-4 રસી
અભિયાન અંતર્ગત કિશોરીઓને ગાર્ડાસિલ -4 વેક્સીનનો એક ડોઝ આપવામાં આવશે. રસીકરણ આયુષ્યમાન આરોગ્ય મંદિર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર), સામુદાયિક સ્વાસ્થય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ તથા સરકારી મેડિકલ કોલેજમાં કરાવવામાં આવશે. તમામ કેન્દ્રો પર પ્રશિક્ષિત મેડિકલ સ્ટાફ તથા સુવિધાઓ ઉપબલ્ધ કરાવવામાં આવશે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ કે આપઘાત કર્યો, પોલીસે 7 પાનાના એફિડેવિટમાં કર્યો ખુલાસો

કઈ કિશોરીઓને લાગશે આ રસી

  • આ અભિયાન ત્રણ મહિના સુધી ચાલશે. 28 ફેબ્રુઆરીનો રોજ જે કિશોરીઓની ઉંમર 14 વર્ષ થઈ ગઈ છે
  • તેમજ જેમની ઉંમર 15 વર્ષ થઈ નથી. તેમને રસી આપવામાં આવશે.
  • રસીકરણ અભિયાન દરમિયાન પાત્ર કિશોરીઓની ઉંમર 14 કે 15 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

બનાસકાંઠામાં બાળમૃત્યુદર વધ્યો
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુદર 2024 કરતાં 2025 માં વધ્યો. વર્ષ ૨૦૨૪ માં બાળ મૃત્યુદર ૫ હતો, જે ૨૦૨૫ માં વધી ૬ થયો. વર્ષ ૨૦૨૪ માં બાળ જન્મદર ૨૨.૧૦ હતો, તે ૨૦૨૫ માં બાળ જન્મદર ૨૨.૨૦ હતો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કાન્તી ખરાડીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો. બે વર્ષમાં જન્મ થયેલા બાળકોમાં ખાનગી હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોનો જન્મ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *