સુરત તા. 27 ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1980 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ગજેરા બંધુઓની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે મધ્યસ્થી કરતા આગામી બે અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારના કડક પગલાં ન લેવા સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને આદેશ કર્યો છે.