વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર
રાજ્ય સરકારના ત્રણ કમાઉ દીકરા – અદાણી, ટોરેન્ટ અને ટાટા
સરકારી વીજમથકો/માલિકીના IPPS માં ૨૫ વર્ષમાં ૨૯૨૨ મે.વો.
સામે ફક્ત ૮૧ મી.યુ.નો જ વધારો જ્યારે ખાનગી વીજ મથકોમાં ૨૫ વર્ષમાં ૬,૨૦૧ મે.વો.નો વધારો થયો
સામે ૬૨,૭૭૭ મી.યુ.નો વધારો કર્યો છે
અમદાવાદ
આજરોજ વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ ૨૦૦૧-૦૨માં ૪,૫૧૩ મે.વો. હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ૬,૬૭૦ મે.વો. થઈ છે એટલે ૨,૧૫૭ મે.વો. ઉત્પાદન ક્ષમતામાં વધારો નોંધાયો છે. રાજ્યની માલિકીના IPPS વીજમથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ ૨૦૦૧-૦૨માં ૧,૧૩૧ મે.વો. હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૮૯૬ મે.વો. થઈ છે એટલે રાજ્યની માલિકીના IPPS વીજમથકોની ઉત્પાદન ક્ષમતામાં ૭૬૫ મે.વો.નો વધારો નોંધાયો છે. આમ, સરકારી અને IPPS વીજમથકોની ઉત્પાદન ક્ષમતામાં ૨,૯૨૨ મે.વો.નો વધારો નોંધાયો છે. રાજ્યમાં ખાનગી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા વર્ષ ૨૦૦૧-૦૨માં ૧,૪૪૫ મે.વો. હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ૭,૬૪૧ મે.વો. થઈ છે એટલે ખાનગી વીજમથકોની ઉત્પાદન ક્ષમતામાં ૬,૨૦૧ મે.વો.નો વધારો નોંધાયો છે. આમ, સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા કરતા ખાનગી વીજમથકોની ઉત્પાદન ક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે. શું આ જ છે સરકારનું સુશાસન/પારદર્શક વહીવટ ? ભાજપ સરકારનું ખાનગી વિકાસ મોડલ હોય તેમ સ્પષ્ટ જણાય છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં ઘરેલુ વીજ વપરાશ ૧૮,૨૪૦ મી.યુ. હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૭,૮૫૯ મી.યુ. થયો છે, એટલે ઘરેલુ વીજ વપરાશમાં ૩૮૧ મી.યુ.નો વધારો થયો છે. ખેતીમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨,૫૯૨ મી.યુ. વીજવપરાશ સામે ૨૦૨૪-૨૫માં ૨૨,૫૫૧ મી.યુ. વીજવપરાશ થયો છે એટલે
૪૧ મી.યુ.નો ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૬,૬૬૦ મી.યુ. વીજવપરાશ સામે
૨૦૨૪-૨૫માં ૭૬,૩૦૩ મી.યુ. વીજવપરાશ થયો છે એટલે ૩૬૩ મી.યુ.નો ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ઘરેલુ વીજ વપરાશ ૧૮,૨૪૦ મી.યુ. હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૭,૮૫૯ મી.યુ. થયો છે, એટલે ઘરેલુ વીજ વપરાશમાં ૩૮૧ મી.યુ.નો વધારો થયો છે. ખેતીમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨,૫૯૨ મી.યુ. વીજવપરાશ સામે ૨૦૨૪-૨૫માં ૨૨,૫૫૧ મી.યુ. વીજવપરાશ થયો છે એટલે ૪૧ મી.યુ.નો ઘટાડો નોંધાયો છે. ઉદ્યોગોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૬,૬૬૦ મી.યુ. વીજવપરાશ સામે ૨૦૨૪-૨૫માં ૭૬,૩૦૩ મી.યુ. વીજવપરાશ થયો છે એટલે ૩૬૩ મી.યુ.નો ઘટાડો નોંધાયો છે.
રાજ્ય સરકારના અદાણી, ટોરેન્ટ અને ટાટા એમ ત્રણ કમાઉ દીકરા છે. રાજ્ય સરકારે આવી ખાનગી વીજ કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૨,૧૮૬ કરોડ, ૨૦૨૨માં રૂ. ૨૦,૮૯૮ કરોડ, ૨૦૨૩માં
રૂ. ૧૯,૭૩૬ કરોડ, ૨૦૨૪માં રૂ. ૪૪,૩૯૯.૨૯ કરોડ અને ૨૦૨૫માં રૂ. ૨,૩૪,૫૪૧.૪૪ કરોડ એમ પાંચ વર્ષમાં કુલ રૂ. ૩,૩૧,૭૬૦.૭૩ કરોડની વીજ ખરીદી કરી છે. ફિક્સ ચાર્જ પેટે વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં રૂ. ૧,૬૧૨ કરોડની રકમ ફિક્સ ચાર્જ પેટે ચૂકવવામાં આવી છે. વીજડ્યુટી દર ઘરવપરાશ માટે ગ્રામ્ય વિસ્તારોમાં ૭.૫% અને શહેરી વિસ્તારોમાં ૧૫% છે. રાજ્ય સરકાર માટે સહુ પ્રજા સમાન છે ત્યારે વીજ ડ્યુટી દરમાં ભેદભાવ કેમ રાખી રહી છે ? તેની સ્પષ્ટતા સરકાર કરે.કે.જી. બેસીનમાંથી ગેસ મેળવવા માટે રાજ્ય સરકારે રૂ. ૧૩,૬૨૦.૩૪ કરોડ અને અન્ય ખર્ચ સાથે કુલ રૂ. ૨૦ હજાર કરોડનો ખર્ચ કર્યા પછી એકપણ રૂપિયાનો ગેસ રાજ્ય સરકાર પેદા કરી શકી નથી. કે.જી. બેસીનનો પ્રોજેક્ટ GSPCએ એકપણ રૂપિયાની રકમ લીધા વગર ONGC કંપનીને હસ્તક કરી દીધો છે.
