
અમદાવાદ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અન્નદાતાઓના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર સતત કાર્યરત છે. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આજે દેશભરના કરોડો ખેડૂતો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત આધારસ્તંભ બની છે.આજે ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ આસામના ગુવાહાટી શહેરમાંથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ૨૨મી હપ્તાની રકમ દેશના ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ અવસર પર દેશભરના આશરે ૯.૩૨ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹૧૮,૬૪૦ કરોડથી વધુની રકમ જમા થશે.
આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ખેડૂતોને દેશના વિકાસના કેન્દ્રસ્થાને રાખ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના જીવનમાં આર્થિક સ્થિરતા અને વિશ્વાસ પ્રદાન કરતી એક ઐતિહાસિક યોજના છે. આ યોજના અંતર્ગત દરેક પાત્ર ખેડૂત પરિવારમાં દર ચાર મહિને ₹૨,૦૦૦ની સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે અને વર્ષ દરમિયાન કુલ ₹૬,૦૦૦ની સહાય આપવામાં આવે છે.”
ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ તરફથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખેડૂતોના કલ્યાણ માટેના આ મહત્વપૂર્ણ નિર્ણય માટે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. “કેન્દ્ર સરકારના આવા ખેડૂત હિતના નિર્ણયો દેશના અન્નદાતાઓના જીવનમાં સુખાકારી અને સમૃદ્ધિ લાવવા માટે મજબૂત પાયાનો સ્તંભ સાબિત થશે.” એવું પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું છે.