જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની NSUIના તમામ કાર્યકર્તાઓની ચીમકી
અમદાવાદ
NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીઅને શહેર પ્રમુખ ચિરાગ દરજીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી ફરીથી પ્રક્રિયા જાહેર કરી તેમાં ખાસ લોકોને સેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું! NSUI દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખોટી રીતે થઈ રહી છે ત્યારે કુલપતિ જૂઠું બોલી રહ્યા હતા પરંતુ, કુલપતિ સવારે જૂઠું બોલે છે અને સાંજે સાચી હકીકત બહાર આવે છે. જેમાં ચાર જેટલી પોસ્ટ માટેની ભરતી રદ કરવામાં આવે છે. હજુ પણ અમે આક્ષેપ કરીએ છીએ કે,ગુજરાત યુનિવર્સિટીમાં સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ખાસ જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત નિયમો બદલી દેવામાં આવ્યા છે ! વધુમાં ભાવિક સોલંકી અને ચિરાગ દરજી એ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવી જોઈએ અને નવેસરથી ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જે ઉમેદવારો સાથે અન્યાય થયો છે, તેમની વાત સાંભળવામાં આવે તેવી પણ માંગણી છે. તેમને પસંદગી માટે જે નામ નક્કી કર્યા છે તે યાદી પણ અમારી પાસે આવી ગઈ છે અને તમામ લોકોને જાહેર રજા આપી દેવામાં આવી છે તેમજ પોલીસને ઉતારી ગુજરાત યુનિવર્સિટીની ચારેય તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જો કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળી અને અમારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપે એવી અમારી માંગ છે.
“પોલીસે NSUIના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી
રજૂઆત સાંભળવા માટે કુલપતિ કે રજીસ્ટ્રાર હાજર ન હોવાથી ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા હતા. NSUIના તમામ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને કરતો બંધ કરી વિરોધ દર્શાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, NSUIના કાર્યકર્તાઓને અટકાવવા જતા પોલીસે અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને ટીંગાટોળી કરી અને કેટલાક NSUI ના કાર્યકર્તાઓને બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઉપાડી લઈને અટકાયત કરીને લઈ ગયા હતા. “. આવતીકાલે 130 જેટલી જગ્યા માટેની ભરતીની પરીક્ષા યોજાવાની છે. તેના એક દિવસ પહેલાં જ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ NSUI દ્વારા આવી છે.
“NSUIએ આક્ષેપ કર્યો છે કે, યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોમાં ફેરફાર કરીને મળતિયાઓ અને સંબંધીઓને નોકરીમાં ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા રદ નહીં કરવામાં આવે તો આવતીકાલે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે ગુજરાત યુનિવર્સિટી ગેટ બહાર રસ્તો રોકીને વિરોધ કરતા પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. “”લાગવગ અને ગોઠવણ જ લાયકાત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
વિવિધ 36 પદો પર 130 જેટલી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં ત્યારથી જ અનેક વિવાદ ચાલી રહ્યા છે. એક-એક ઉમેદવારોને માન્ય ગણવામાં આવતા NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મળતિયાઓને સેટ કરવા જ ભરતી થઈ રહી છે. ત્યાર બાદ 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી. તે બાદ પણ સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે જનરલ કેટેગરીની મહિલાઓ માટે રાતોરાત 40 વર્ષની વયમર્યાદા બદલીને 45 વર્ષની કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો. ભરતી પરીક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રજા જાહેર કરવામાં આવી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ, NSUIએ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદર્શનના ડરથી સત્તાધીશોએ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી છે. “ભરતી પ્રક્રિયા રદ કરો અને કુલપતિ રાજીનામું આપે એવા નારા સાથે NSUIના કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ગેટ બહાર જ પોલીસે તેમને વિરોધ કરતા અટકાવી દીધા હતા. જ્યાં કેમ્પસમાં જવા માટે NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કુલપતિ ઓફિસમાં હોવા છતાં જવા દેવામાં ન આવતા હોવાનો NSUIએ આક્ષેપ કર્યો હતો.તમામ ભરતી પ્રક્રિયા તાત્કાલિક રદ કરી નવેસરથી શરૂ કરવી જોઈએ અને અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં યોગ્ય છૂટછાટ આપી અન્યાય દૂર કરવો જોઈએ.’


